દિલ્હી વિધાનસભા ચૂંટણીના વલણોમાં, ભાજપ 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી રહી હોય તેવું લાગે છે. મતગણતરીના 3 કલાક પછી 70 બેઠકોમાંથી, ભાજપ 42 બેઠકો પર અને આમ આદમી પાર્ટી (AAP) 28 બેઠકો પર આગળ છે.આ પહેલા 1993માં ભાજપે દિલ્હીમાં સરકાર બનાવી હતી. તે સમયે ભાજપે 5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બનાવ્યા હતા.દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ચૂંટણીમાં AAPના પ્રદર્શન પર કટાક્ષ કર્યો. તેમણે પોસ્ટમાં લખ્યું- હજુ લડો અંદરો-અંદર…
કેજરીવાલ નવી દિલ્હી સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે.. તો સીએમ આતિશી પણ પાછળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસનો ફરીએકવાર દિલ્હીમાં ભારે રકાસ થયો છે.. કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શીલા દિક્ષિતના પુત્ર સંદિપ દિક્ષિતે કહ્યું હતું કે અમે મુદ્દા ઉઠાવ્યા પરંતુ જનતાએ અમારા પર પસંદગી નથી ઉતારી, અમે જનતાનો ફેંસલો સ્વીકાર કરીએ છીએભાજપના નેતા સુંધાશું ત્રિવેદીએ કહ્યું કે લોકોએ પીએમ મોદીની ગેરંટીમાં ભરોસો વ્યક્ત કર્યો છે..
તો આ તરફ શિવસેના( યૂબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે જો આપ અને કોંગ્રેસ સાથે મળીને લડ્યા હોત તો પરિણામ કંઇક અલગ હોત કેજરીવાલ સતત ત્રણ વાર દિલ્હીમાં મુખ્યમંત્રી રહ્યા, ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ તેઓ 4વર્ષ 7 મહિના અને 6 દિવસ સુધી મુખ્યમંત્રી રહ્યા , દારુ કૌભાંડમાં જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે રાજીનામું આપી દઇ આતિશીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.







