સુરતમાં સગીરાનો આપઘાત, પ્રેમી સાથે જોઈ જતા મોટાભાઈએ આપ્યો હતો ઠપકો

B INDIA સુરત :  આજ કાલના આ યુવાનોને થયું શું છે. માતા- પિતા થોડો ઠપકો શું આપે ને યુવાનો મોતને વ્હાલું કરી લે છે. આવી જ એક ઘટનાં સુરતમાં બની છે. જ્યા સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા પરિવારની 15 વર્ષીય કિશોરીના પ્રેમ સંબંધોની જાણકારી પરિવારને થઈ હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા આ કિશોરીને ઠપકો આપવામાં આવ્યો હતો. જેને લઇને કિશોરીને લાગી આવતાં પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે.નાની ઉંમરના વ્યક્તિઓ આપઘાત તરફ વધી રહ્યા છે.

ત્યારે વધુ એક ઘટના સામે આવતા સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સચિન જીઆઇડીસી વિસ્તારમાં રહેતા અને છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારમાં 15 વર્ષની દીકરી મીલા હિરાભાઇ બિલવાડ નજીકમાં જ રહેતા એક યુવક સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો અને આ પ્રેમ સંબંધને લઈને તેઓ રોજ ફોન પર વાત કરવા સાથે મળતા હતા. પરિવારમાં મોટાભાઈ કિશોરીને પ્રેમી સાથે મળતા સમયે જોઈ ગયા હતા. તે બાબતે ઠપકો આપ્યો હતો.

અને પોતાના અભ્યાસ તરફ ધ્યાન આપવાનું કીધું હતું. આ વાતનું લાગી આવતા આ કિશોરી ઘરમાં કોઈ નહોતું તે સમયે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી દીધો હતો. જો કે, ઘટનાની જાણ થતા પરિવાર તાત્કાલિક પોલીસમાં ફરિયાદ કરવા દોડી ગયું હતું. અને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. અને ઘટના સંદર્ભે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Related Posts

વિકાસનો મહાકુંભ: PM મોદી વાવ-થરાદથી ગુજરાતને ₹19,800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે, વાવ-થરાદ ખાતે ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે * ભારત સરકારના ઊર્જા, માર્ગ-પરિવહન અને હાઇવે તેમજ રેલવે મંત્રાલયના…

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ: ગાંધીનગરમાં શિક્ષણ મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ભવ્ય ‘સંસ્કૃત સન્માન સમારોહ’

સંસ્કૃતની સમૃદ્ધિ જ સંસ્કૃતિની સમૃદ્ધિ …………. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની પ્રેરક ઉપસ્થિતિમાં લોકભવન, ગાંધીનગર ખાતે રાજ્યસ્તરીય ‘સંસ્કૃત સન્માન સમારોહ યોજાયો …………… “સંસ્કૃત ભાષા આપણા સાંસ્કૃતિક વારસાની આત્મા છે.” :…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *