રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, હવે આ તારીખ સુધી થશે ટેકાના ભાવે તુવેરની ખરીદી

ખેડૂતોને લઈ રાજ્ય સરકારે ફરી એક વાર મહત્વનો નિર્ણય લીધો છે. આ દરમિયાન રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તા. 30 એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે.

કૃષિ મંત્રી એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે. ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂ. 7,550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના 1.23 લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી.

અત્યાર સુધીમાં સરકારે 841 કરોડની ખરીદી તુવેર:- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગત તા. 24 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. અત્યાર સુધીમાં રાજ્યના 58,300 જેટલા ખેડૂતો પાસેથી રૂ. 841 કરોડથી વધુના મૂલ્યની કુલ 1.11 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે. નોંધણી કરાવી હોય અને તુવેરનું વેચાણ કરવાનું બાકી હોય તેવા તમામ ખેડૂતો પાસેથી આગામી તા. 30 એપ્રિલ સુધીમાં તુવેરની ખરીદી પૂર્ણ કરવામાં આવશે, તેમ મંત્રી એ ઉમેર્યું હતું.

Related Posts

ગુજરાતમાં 17થી 24 ડિસેમ્બર વચ્ચે માવઠાની શક્યતા, ખેડૂતોમાં ચિંતા વધી

ગુજરાતમાં ફરી એકવાર ભરશિયાળે વરસાદ ખાબકવાની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં ડિસેમ્બર માસ દરમિયાન માવઠુ થવાની સંભાવના છે. ખાસ કરીને 17…

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *