યુક્રેન સાથે યુદ્ધને લઇને પુતિને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી વાત, કહ્યું સમાધાન માટે છે તૈયાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરી. આ દરમિયાન તેમણે યુક્રેન યુદ્ધ પર સમાધાન કરવાની વાત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ચર્ચા માટે કોઈ પૂર્વશરતો નથી પરંતુ કોઈપણ સોદામાં કાયદેસર યુક્રેનિયન સત્તાવાળાઓનો સમાવેશ થવો જોઈએ.રોઇટર્સના અહેવાલ મુજબ, પુતિને કહ્યું કે રશિયા રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સહિત કોઈપણ સાથે વાત કરવા તૈયાર છે. પુતિને એક અમેરિકન ન્યૂઝ ચેનલના પત્રકારને કહ્યું કે તેમણે ટ્રમ્પ સાથે વર્ષોથી વાત કરી નથી, પરંતુ સંઘર્ષ અંગે ચર્ચા કરવા માટે તેમની સાથે મળવા માટે તૈયાર છે.

-> અસ્થાયી યુદ્ધવિરામ પર પુતિને શું કહ્યું? :- પુતિને એવા દાવાઓને ફગાવી દીધા હતા કે રશિયા નબળી સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે 2022માં યુક્રેન પર થયેલા હુમલા બાદ દેશ મજબૂત બન્યો છે. જ્યારે પુતિને કહ્યું હતું કે રશિયા વાટાઘાટો માટે તૈયાર છે, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કિવ પણ સમાધાન માટે તૈયાર હોવું જોઈએ. પુતિને કાયમી શાંતિ કરારની તરફેણમાં અસ્થાયી યુદ્ધવિરામની કોઈપણ શક્યતાને નકારી કાઢી હતી.

-> ઓરેશ્નિક હાઇપરસોનિક મિસાઇલ વિશે પણ વાત કરી :- પત્રકારોને જવાબ આપતી વખતે, પુતિને ઓરેશ્નિક હાઇપરસોનિક મિસાઇલ વિશે પણ વાત કરી, જેનો ઉપયોગ રશિયા યુક્રેના લશ્કરી કારખાના પર અગાઉ કરી ચૂક્યું છે. તેમણે કહ્યું કે તેઓ યુક્રેનમાં બીજો પ્રયોગ કરવા તૈયાર છે. અને તેઓ જોવા માંગશે કે પશ્ચીમી એર ડિફેન્સ સિસ્ટમ તેને તોડી પાડી શકે છે કે કેમ…. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ બ્રસેલ્સમાં યુરોપિયન કાઉન્સિલની બેઠકમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પુતિનના મિસાઇલ ઉપયોગની ચર્ચા કરી અને પૂછ્યું, “શું તમને લાગે છે કે તે સમજદાર વ્યક્તિ છે?”

Related Posts

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ,…

દિલ્હીના સાંસદોના ફ્લેટમાં ભીષણ આગ, છ ફાયર બ્રિગેડ વાહનો દ્વારા કાબુમાં લેવામાં આવી આગ

દિલ્હીના ડૉ. બિશંબર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં બુધવારે બપોરે આગ લાગી. સંસદ ભવનની નજીક હોવાથી, ગભરાટ ફેલાયો. છ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ અડધા કલાક પછી આગને કાબુમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *