બોટાદ માર્કેટિંગ યાર્ડનાં સત્તાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. બોટાદ માર્કેટિંગ યાર્ડ આવતીકાલથી બંધ રહેશે. બોટાદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે અને રોજનો હજારો ટન કોટનનો માલ ત્યાં ઠાલવવામાં આવતો હોય છે. માર્ચ એન્ડિંગના કારણે આ માર્કેટ એક અઠવાડિયું બંધ રહેશે. ત્યારે ખેડૂતને જણસ ન લાવવા માટે યાર્ડ દ્વારા અપીલ કરાઈ છે
–: માર્કેટિંગ યાર્ડમાં 1 એપ્રિલથી શરુ :-
બોટાદ માર્કેટિંગ યાર્ડ 1 એપ્રિલથી ધમધમતું થશે. માર્ચ એન્ડિંગના હિસાબોનાં કારણે માર્કેટ અઠવાડિયું બંધ રહેશે સાથે સાથે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો કોઈ પણ જણસ વેચાણ માટે લાવી શકશે નહી.1 એપ્રિલ બાદ તમામ જણસોનો લે-વેચનો વેપાર શરૂ થશે. માર્કેટના આખા વર્ષના હિસાબો કરવાના હોવાથી માર્કેટ બંધ રાખવાની વાત સામે આવી છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનના જણાવ્યા અનુસાર હિસોબામાં કોઈ તકલીફ ના પડે અને શાંતિથી કામ થઈ શકે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
–: ઊંઝા માર્કેટ પણ બંધ રહેશે :-
ગુજરાતમાં આવેલું ઊંઝા APMC 26 માર્ચથી એપ્રિલ સુધી બંધ રહેશે. માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં APMC બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ખાસ વાત છે કે, મહેસાણા જિલ્લાના ઊંઝામાં આવેલું માર્કેટ યાર્ડ એશિયાનું સૌથી મોટું માર્કેટ યાર્ડ છે. ઊંઝા વેપારી એસોસિએશનની રજૂઆતના પગલે ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ છે. ઊંઝા APMC દ્વારા ઊંઝા ગંજબજાર 26 માર્ચ, 2025થી 1 એપ્રિલ, 2025 સુધી એમ કુલ 7 દિવસ માટે માર્કેટ યાર્ડ બંધ રહેશે. ઊંઝા એપીએમસી દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે માર્ચ એન્ડિંગમાં વેપારીઓને પોતાના હિસાબો કરી શકે તે માટે ઊંઝા માર્કેટયાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







