અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ૭ માર્ચે કહ્યું હતું કે યુક્રેન સાથે યુદ્ધવિરામ અને શાંતિ કરાર ન થાય ત્યાં સુધી અમેરિકા રશિયા પર બેંકિંગ પ્રતિબંધો અને ટેરિફ લાદવાનું ગંભીરતાથી વિચારી રહ્યું છે. ટ્રમ્પનું આ નિવેદન 4 માર્ચના રોજના એ અહેવાલો બાદ આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ વહીવટીતંત્ર મોસ્કો સાથે સંબંધો પુનઃસ્થાપિત કરવા અને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાના બદલામાં રશિયાને પ્રતિબંધોમાં રાહત આપવાની યોજના બનાવી રહ્યું છે.
4 માર્ચના રોજ રોઇટર્સના અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસે રાજ્ય અને ટ્રેઝરી વિભાગોને રશિયન પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી શકાય તેવા પ્રતિબંધોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ચર્ચાનો ઉદ્દેશ્ય મોસ્કો સાથે રાજદ્વારી અને આર્થિક સંબંધો સુધારવાનો હતો. જોકે, ટ્રમ્પની આ યોજનાની પણ ટીકા થઈ હતી, એવું કહેવામાં આવ્યું હતું કે ટ્રમ્પના આ નિર્ણય પછી.
આ પણ વાંચો :- H-1B વિઝા ધારકોના બાળકોને નાગરિકતાનો નિયમ નાબુદ થતા અમેરિકામાં રહેતા હજ્જારો ભારતીયોને અસર
રશિયા પર લાદવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવશે.ઘણા ટીકાકારો માનતા હતા કે પ્રતિબંધો હટાવવાથી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને તેમના લશ્કરી કાર્યવાહી ચાલુ રાખવા માટે જરૂરી નાણાકીય સહાય મળી શકે છે, જે યુક્રેન સાથે શાંતિ વાટાઘાટોને અવરોધી શકે છે. જોકે, રાહત આપવાને બદલે, ટ્રમ્પે હવે રશિયા પર વધુ પ્રતિબંધોની જાહેરાત કરી છે.
ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફ શાંતિ વાટાઘાટો માટે તૈયારી કરી રહ્યા છે :- ટ્રમ્પના ખાસ દૂત સ્ટીવ વિટકોફે કહ્યું કે તેઓ યુક્રેન સાથે શાંતિ કરારની રૂપરેખા પર ચર્ચા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આવતા અઠવાડિયે સાઉદી અરેબિયામાં યુક્રેનિયન પ્રતિનિધિઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક રિયાધ અથવા જેદ્દાહમાં થઈ શકે છે.
આ પણ વાંચો :- મસ્કને ઝટકો, લોન્ચીંગની થોડી જ ક્ષણોમાં સ્પેસએક્સ સ્ટારશિપ રોકેટે ગુમાવ્યું નિયંત્રણ, થયા ટુકડે-ટુકડા
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચે વાતચીત :- 28 ફેબ્રુઆરીના રોજ, ટ્રમ્પ અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે વ્હાઇટ હાઉસમાં ગરમાગરમ ચર્ચા થઇ હતી.જોકે, આ પછી બંને પક્ષોએ ખનિજ સોદા અંગે ફરી વાતચીત શરૂ કરી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમને ઝેલેન્સકી તરફથી એક પત્ર મળ્યો છે જેમાં યુક્રેનિયન નેતાએ વાટાઘાટો કરવાની તૈયારી દર્શાવી છે.
સાઉદી અરેબિયામાં પ્રસ્તાવિત શાંતિ મંત્રણા :- વિટકોફે જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં બેઠકનો હેતુ યુદ્ધવિરામ અને શાંતિ કરાર માટે પ્રારંભિક માળખું તૈયાર કરવાનો છે. આ બેઠક યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું બની શકે છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






