2026 T20 વર્લ્ડ કપમાં ભારત સામે નહીં રમે પાકિસ્તાન, સરકારે સત્તાવાર નિર્ણય જાહેર કર્યો

2026ના T20 વર્લ્ડ કપને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. પાકિસ્તાન સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે પાકિસ્તાનની ટીમ 2026ના T20 વર્લ્ડ કપમાં ભાગ લેશે, પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. આ નિર્ણયને કારણે ક્રિકેટ જગતમાં ચર્ચાનો માહોલ ઉભો થયો છે.

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મેચ યોજાવાની હતી, પરંતુ હવે પાકિસ્તાન સરકારે પોતાની ટીમને ભારત સામે ન રમવાનો આદેશ આપ્યો છે. 2 ફેબ્રુઆરીએ સરકારના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.

આ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસીન નકવીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં તેનો નિર્ણય સરકાર લેશે. હવે સરકારના આદેશથી સ્પષ્ટ થયું છે કે પાકિસ્તાન ટૂર્નામેન્ટમાં રમશે, પરંતુ ભારત સામેની મેચમાં ભાગ નહીં લે.

ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશે અગાઉ 2026ના T20 વર્લ્ડ કપમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. બાંગ્લાદેશે ICC પાસે માંગ કરી હતી કે તેની તમામ મેચો ભારતને બદલે શ્રીલંકામાં યોજવામાં આવે, પરંતુ ICC દ્વારા આ માંગ નકારવામાં આવતા બાંગ્લાદેશે ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનું નક્કી કર્યું હતું. બાદમાં ICC એ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કર્યું હતું.

ICCના આ નિર્ણયથી પાકિસ્તાન અસંતુષ્ટ હતું અને તેણે ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કર્યો હતો. અંતે, પાકિસ્તાન સરકારે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે, ભારતને આ મેચ રમ્યા વિના જ બે પોઈન્ટ મળશે.

પાકિસ્તાન 7 ફેબ્રુઆરીએ નેધરલેન્ડ્સ સામે મેચ રમીને 2026ના T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. ગ્રુપ Aમાં ભારત, પાકિસ્તાન, યુનાઇટેડ સ્ટેટ્સ, નેધરલેન્ડ્સ અને નામિબિયા સામેલ છે.

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad News: શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં Young manનું આપઘાત, ઇલેક્ટ્રિક રૂમમાં મળી લટકતી લાશ 2026 Dies by Suicide

Young man પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકીને આપઘાત કર્યો: ટ્રેનમાં જામનગરથી યુપી જતો હતો, અમદાવાદ ઉતરી ચાલતો પોલીસ સ્ટેશન પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે પણ વાત કરાવી Young man: અમદાવાદમાં શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના એક યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના બની છે. Young man જામનગરથી ઉત્તરપ્રદેશ જવા માટે ટ્રેનમાં પોતાના મિત્ર સાથે નીકળ્યો હતો. જોકે, અમદાવાદ પહોંચ્યા બાદ તે ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ચાલીને શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે કોઈ વ્યક્તિ તેને હેરાન કરતી હોવાની ફરિયાદ પોલીસ સમક્ષ કરી હતી. ત્યારબાદ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવી તેના પરિવારજનો સાથે પણ વાત કરાવી હતી. આ દરમિયાન યુવકે પોલીસ સ્ટેશનના ઇલેક્ટ્રિક રૂમમાં જઈને આ પગલું…

સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, 1 Trapped Intruders

ભારે કરી! બંગલામાંથી કંઈ ન મળ્યું પણ મેથીપાક મળ્યો: સુરતના નાના વરાછામાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સ્ટીલની ગ્રીલમાં ફસાયો, લોકોએ દંડાથી ફટકાર્યો સુરત શહેરમાં ચોરીના પ્રયાસની એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. શહેરના નાના વરાછા વિસ્તારમાં NRIના બંધ બંગલામાં ચોરી કરવા ઘૂસેલા એક શખ્સની ચોરીની યોજના તેના માટે જ મુશ્કેલીનું કારણ બની ગઈ હતી. બંગલામાં ચોરીના ઇરાદે પ્રવેશ કર્યા બાદ બહાર નીકળતી વખતે શખ્સ સ્ટીલની ગ્રીલમાં ફસાઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. તસ્કર ગ્રીલમાં ફસાઈ જતાં તે લાંબા સમય સુધી બહાર નીકળી શક્યો નહોતો. દરમિયાન આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ ગ્રીલમાં ફસાયેલા શખ્સને પકડી લીધો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેને દંડાથી માર માર્યો હોવાની માહિતી…