રેલવે ગ્રુપ Dમાં 21,997 પદો માટે ભરતી શરૂ, 10મું ધોરણ પાસ ઉમેદવારો અરજી કરી શકે

રેલવે ભરતી બોર્ડે ગ્રુપ Dની 21,997 જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરી છે. આ ભરતીમાં 10મું ધોરણ પાસ ઉમેદવારો ફોર્મ ભરવા માટે લાયક છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન શરૂ થઈ ગઈ છે, જે 31 જાન્યુઆરી 2026થી શરૂ થઈ અને 2 માર્ચ 2026 સુધી ચાલશે.

એક જ ઝોન માટે અરજી
ઉમેદવારો ફક્ત એક જ રેલવે ઝોન માટે અરજી કરી શકે છે. એકથી વધુ ઝોન પસંદ કરવાથી અરજી રદ કરવામાં આવશે. એક જ ઝોનમાં મલ્ટિપલ જગ્યાઓ માટે અલગ ફોર્મ ભરવાની જરૂર નથી. દરેક જગ્યાની પસંદગી એક જ ફોર્મમાં આપવી પડશે. ફોર્મ સબમિટ કર્યા પછી ઝોન બદલવાનો વિકલ્પ ઉપલબ્ધ નહીં રહેશે.

વય મર્યાદા અને છૂટછાટ
– મિનિમમ ઉંમર: 18 વર્ષ
– મૅક્સિમમ ઉંમર: 33 વર્ષ (1 જાન્યુઆરી 2026ના રોજ ગણવામાં આવશે)
– OBC કેટેગરી માટે 3 વર્ષની છૂટછાટ
– SC/ST કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ

પસંદગી પ્રક્રિયા

1. Computer Based Test (CBT):
– સમયગાળો: 90 મિનિટ
– પ્રશ્નો: 100
* જનરલ સાયન્સ: 25
* ગણિત: 25
* રિઝનિંગ: 30
* કરંટ અફેર્સ: 20
* નેગેટિવ માર્કિંગ લાગુ રહેશે

2. Physical Efficiency Test (PET):
– પુરુષ: 35 કિલો વજન સાથે 100 મીટર ચાલવું અને નક્કી કરેલા સમયે 1000 મીટર દોડ
– મહિલા: વજન અને સમય મર્યાદા અલગ

3. ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ

પગાર અને ફી
પગાર: લેવલ 1 હેઠળ ₹18,000 પ્રતિ મહિનો
અરજી ફી:
– જનરલ, OBC, EWS: ₹500 (પરીક્ષા બાદ ₹400 પરત)
– SC/ST અને મહિલાઓ: ₹250 (પરીક્ષા બાદ સંપૂર્ણ રિફંડ)

ઉમેદવારોને વિનંતી છે કે ફોર્મ ભરતી વખતે દરેક વિગતો સાવધાનીપૂર્વક ભરી અને છેલ્લી તારીખ પહેલાં સબમિટ કરે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…