દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ દ્વારકાનાં પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે શિવલિંગને દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસે સ્કુબા ડાઇવિંગ ટીમ સાથે મળીને સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું. અને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો :- Mahashivaratri 2025: મહાશિવરાત્રી મેળાનો 13 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આણંદ માણ્યો

પોલીસે ટેકનિકલ અને સૂત્રોની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા. જેમાં મહેન્દ્ર, વનરાજ, મનોજ અને જગતની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ ચોરીમાં પરિવારની ત્રણ મહિલાઓ પણ સામેલ હતી. દ્વારકાના એસપી નીતિશ પાંડેએ જણાવ્યું હતું કે, બાકીના આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. પોલીસે ઘરમાંથી ચોરાયેલું શિવલિંગ પણ કબજે કર્યું છે.

મહત્વનું છે કે, સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા મહેન્દ્ર મકવાણાની ભત્રીજીનું એક સ્વપ્ન હતું. સ્વપ્નમાં તેમને સંદેશ મળ્યો કે, ઘરમાં શિવલિંગ સ્થાપિત કરવાથી પરિવારની પ્રગતિ થશે, જેના પગલે પરિવારે મંદિરમાંથી શિવલિંગ ચોરી કરવાનું કાવતરું ઘડ્યું. આ કાવતરાને અંજામ આપવા માટે, પરિવારના 7-8 સભ્યો ઘણા દિવસો પહેલા દ્વારકા પહોંચ્યા હતા. અને મંદિરની રેકી કરી હતી. પછી તક મળતાં જ તેણે શિવલિંગ ચોરી લીધું અને તેને પોતાના ઘરમાં સ્થાપિત કરી દીધું હતું.

Follow us On Social Media

🔔 YouTube : [ https://www.youtube.com/@BIndiaDigital ]
📸 Instagram : [ https://www.instagram.com/bindiadigital/ ]
🌐 Website : [ https://bindia.co/ ]
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *