ભાજપે 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી માટે નિરીક્ષકોની કરી વરણી, 1 માર્ચ બાદ ચિત્ર થશે સ્પષ્ટ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ સૌથી મોટી જીત મેળવી છે. ત્યારે હવે રાજ્યની 66 નગરપાલિકામાં પ્રમુખની પસંદગી કરવા ભાજપ દ્વારા નિરીક્ષકોની વરણી કરવામાં આવી છે. તારીખ 25 ,26 ,27 ત્રણ દિવસ પસંદગીની કાર્યવાહી ચાલશે.

-> પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક :- 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ મળનારી પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક બાદ એક માર્ચ બાદ તમામ પાલિકાને પ્રમુખ મળશે અને આ સાથે જ જુનાગઢ મહાનગરપાલિકાને મેયર મળશે. હાલ પસંદગી પર સૌ કોઇની નજર રહેલી છે.

ભારતીય જનતા પાર્ટીએ જૂનાગઢ મહાનગર પાલિકા સાથે કુલ 66 નગરપાલિકા પર જીત મેળવી છે. ત્રણેય તાલુકા પંચાયતમાં પણ ભાજપની જીત થઈ છે. ભાજપ માટે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ઉત્સાહજનક છે. ત્યારે હવે ભાજપે પ્રમુખ અને હોદ્દેદારોની પસંદગી કરવાની ભાજપે કવાયત હાથ ધરી છે.

જુનાગઢ મહાનગરપાલિકામાં પણ મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી માટે ભાજપે નિરીક્ષકોની વરણી કરી છે. આજથી ત્રણ દિવસ એટલે કે, તારીખ 25 ,26 ,27 ત્રણ દિવસ પસંદગીની કાર્યવાહી ચાલશે અને તારીખ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચના રોજ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે.

Related Posts

ગુજરાતમાં એકસાથે 3 હવામાન સિસ્ટમ સક્રિય, 2થી 4 જુલાઈ વચ્ચે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાની ગતિ હાલ ધીમી જોવા મળી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિઝનલ ટ્રફ…

સુરત એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ગ્રીન લેઝર લાઇટ, પાઇલટના એલર્ટ બાદ તપાસ શરૂ

સુરત એરપોર્ટ પર શનિવારે રાત્રે વિમાન સુરક્ષા સાથે જોડાયેલી ગંભીર ઘટના સામે આવી છે. દિલ્હીથી સુરત આવી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન અજાણ્યા શખ્સે વિમાન તરફ ગ્રીન લેઝર લાઇટ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *