દ્વારકામાં સતત પાચમાં દિવસે પણ દાદાનું બુલડોઝર ચાલ્યું, દબાણો કરાયા દૂર

બેટ દ્વારકા મેગા ડિમોલેશન 2.0 નો આજે પાંચમો દિવસ છે. બેટ દ્વારકાના બાલાપર ગામના ગેરકાયદેસર દબાણ દૂર કર્યા બાદ હવે પાર વિસ્તારમાં દાદાનું બુલડોઝર ગર્જ્યું છે. દ્વારકામાં 4 દિવસની અંદર ડિમોલેશન કામગીરી દરમ્યાન 272 ગેરકાયદે મકાનો અને 7 ધાર્મિક દબાણો હટાવવામાં આવ્યા હતા.7 વાણિજ્ય દબાણો મળી કુલ 286 દબાણો દુર કરાયા. ચાર દિવસમાં દાદાના બુલડોઝરે 86391 ચો.મી સરકારી જમીન ખુલ્લી કરી. ખુલ્લી કરવામાં આવેલ જમીનની અંદાજિત કિંમત 471,516,000 થાય છે. આજે પાંચમાં દિવસે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર રહેણાંક મકાનો પર તંત્રની તવાઈ બોલાવવામાં આવી છે.

-> કરોડોની જમીન પર દબાણો દૂર કરાયા :- બેટ દ્વારકા – ઓખામાં ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી થઈ રહી છે. રાજકોટ રેન્જ IG અશોક યાદવએ આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે, મેગા ડિમોલેશનમાં 50 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી. રહેણાંક વિસ્તાર બાદ ટાપુઓ પર ડિમોલેશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ટાપુઓ પરથી તમામ દબાણો હટાવવામાં આવ્યા હતા.

પીરોટન ટાપુ પરથી ગેરકાયદે ધાર્મિક દબાણો દૂર કરાયા. જેટી, લેન્ડિંગ પોઇન્ટની સુરક્ષા માટે યોગ્ય પગલાં લઇશું. જરુર જણાશે ત્યાં કાર્યવાહી કરાશે. દ્વારકા – જામનગરમાં કુલ 35 ટાપુ આવેલા છે. હાલમાં દ્વારકાના 23 ટાપુઓ પરથી દબાણો દૂર કરાયા. 9 દબાણો જામનગર પોલીસે દૂર કર્યા છે. ગુજરાતના દ્વારકાનો આ વિસ્તાર બોર્ડર પાસે આવેલ હોવાથી વધુ સંવેદનશીલ છે. આ વિસ્તારથી પાકિસ્તાન નજીક હોવાથી ટાપુઓની સુરક્ષા વધુ મહત્વની બને છે.

Related Posts

અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *