ગુજરાતનાં ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીની મંજૂરી, જાણો કેટલા વર્ષનો કર્યો વધારો

રાજ્યમાં ખેલ સહાયકના ઉમેદવારો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. જેમાં ખેલસહાયકની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો કરીને 38 વર્ષના બદલે 40 વર્ષ કરવામાં આવી છે. ખેલ સહાયકમાં વય મર્યાદા વધારવા મુખ્યમંત્રીએ મંજૂરી આપી હતી. ત્યારે સમગ્ર બાબતે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જાહેરાત કરી હતી.

આ પણ વાચો :- Anand : રૂષિન પટેલની પત્નીએ જીવન ટૂંકાવ્યું

રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, ખેલ સહાયકમાં 2 વર્ષની વય મર્યાદા વધારવામાં આવી છે. જેમાં ખેલ સહાયકની વયમર્યાદા 38 વર્ષથી વધારીને 40 વર્ષ કરવામાં આવી છે. જોકે ઘણા સમયથી ખેલ સહાયકમાં વયમર્યાદા બાબતે વિચારણા ચાલુ હતી.

આ પણ વાચો :- Gandhinagar : વિધાનસભામાં અધ્યક્ષ ગુસ્સે થયાં, કહ્યું- “ધારાસભ્યોને ગૃહના નિયમો શીખવા પડશે”

પ્રફુલ પાનશેરીયાએ વધુમાં જણાવ્યું હતું કે ઉમેદવારોના બહોળા હિતમાં મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. ખેલ સહાયકની ભરતી વારંવાર નથી આવતી. ત્યારે લાયક ઉમેદવારોને તક મળી રહે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ખેલસહાયકની વયમર્યાદામાં 2 વર્ષનો વધારો કરીને 38 વર્ષના બદલે 40 વર્ષ કરી દેવામાં આવતા લાયક ઉમેદવારને સારી તક મળી શકશે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *