B INDIA ખેડા : ખેડાના નડિયાદમાં ત્રણ લોકોનાં મોત થતા ચકચાર માચી ગઈ છે. જવાહરનગરમાં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ લઠ્ઠાવાળો દારૂ પીધો હોવાથી આ મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે, જયારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોત થતા શોકનો માહોલ છે. પરિવારજનોનો આક્ષેપ છે કે,દેશી દારૂ પીવાથી મોત થયું હોઈ શકે છે.
ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કયા કારણોસર મોત થયું તેની સાચી માહિતી હાલ તો સામે આવી નથી. પરંતુ પરિવારજનોનો એવો આક્ષેપ છે કે,દેશી દારૂ પીવાથી આ મોત થયા છે. પોલીસે પરિવારજનોના નિવેદન પણ લીધા છે. ઘટનાની જાણ થતાની સાથે જ એફએસેલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
અને મૃતકોના લોહીના સેમ્પલ પણ લીધા છે. પોલીસનું કહેવું છે કે, પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સામે આવશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, તમામ દેશી દારૂના અડ્ડા બંધ થઈ ગયા હતા. દેશી દારૂના વેચાણને લઈ પોલીસ અજાણ હશે કે, શું તેવો સવાલ પણ થાય છે,ત્યારે પરિવારને જ ખબર હશે કે તેમના પર કેવો દુખનો પહાડ હશે. મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.








