ખેડામાં 3 લોકોના શંકાસ્પદ મોત, પોલીસને લઠ્ઠાકાંડની આશંકા !

B INDIA ખેડા : ખેડાના નડિયાદમાં ત્રણ લોકોનાં મોત થતા ચકચાર માચી ગઈ છે. જવાહરનગરમાં દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પરિવારજનોએ લઠ્ઠાવાળો દારૂ પીધો હોવાથી આ મોત થયા હોવાનો આક્ષેપ કર્યો છે, જયારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોત થતા શોકનો માહોલ છે. પરિવારજનોનો આક્ષેપ છે કે,દેશી દારૂ પીવાથી મોત થયું હોઈ શકે છે.

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, કયા કારણોસર મોત થયું તેની સાચી માહિતી હાલ તો સામે આવી નથી. પરંતુ પરિવારજનોનો એવો આક્ષેપ છે કે,દેશી દારૂ પીવાથી આ મોત થયા છે. પોલીસે પરિવારજનોના નિવેદન પણ લીધા છે. ઘટનાની જાણ થતાની સાથે જ એફએસેલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

અને મૃતકોના લોહીના સેમ્પલ પણ લીધા છે. પોલીસનું કહેવું છે કે, પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સામે આવશે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, તમામ દેશી દારૂના અડ્ડા બંધ થઈ ગયા હતા. દેશી દારૂના વેચાણને લઈ પોલીસ અજાણ હશે કે, શું તેવો સવાલ પણ થાય છે,ત્યારે પરિવારને જ ખબર હશે કે તેમના પર કેવો દુખનો પહાડ હશે. મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.

Related Posts

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *