ઉત્તરાયણને લઇને અંબાલાલ પટેલની આગાહી, પતંગ રસિયાઓને ઠંડીથી મળશે રાહત

ઉત્તરાયણને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. જેમાં ઉત્તરાયણમાં 14થી 16 જાન્યુઆરી દરમિયાન ઠંડીમાં રાહત મળશે. તેમજ કચ્છ સિવાયના વિસ્તારોમાં ઠંડી ઓછી પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન રહેશે તેમજ બપોરના સમયે પવન બહુ નહી રહે અને સાંજના સમયે પાછો પવન ઉઘડશે,સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે.

અંબાલાલ પટેલે વધારે માહિતી આપતા જણાવ્યું છે કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.

-> 26 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધશે :- અંબાલાલ પટેલે 26 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. સાથે સાથે, મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે. તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.

Related Posts

“સોશિયલ મીડિયા પર છવાયેલા અક્ષય કુમાર! નવા એક્શન અવતારમાં ખિલાડીનો દબદબો.”

અક્ષય કુમારની નવી એક્શન ફિલ્મનું શૂટિંગ શરૂ: ‘ખિલાડી’નો ખતરનાક અંદાજ અને વાયરલ લુક મુંબઈ: બોલિવૂડના ‘ખિલાડી’ અક્ષય કુમાર ફરી એકવાર તેમના જૂના અને જાણીતા એક્શન અવતારમાં પરત ફરી રહ્યા છે.…

“નેટફ્લિક્સની નવી થ્રિલર: સસ્પેન્સની હદ વટાવી દેતી સીરીઝ!”

Netflix ની નવી હોલીવૂડ થ્રિલર સિરીઝ બની રહી છે ચર્ચાનો વિષય: જાણો શું છે આ સિરીઝમાં ખાસ? મુંબઈ: OTT પ્લેટફોર્મ Netflix પર દર અઠવાડિયે નવી સામગ્રી ઉમેરાતી હોય છે, પરંતુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *