કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક, જાણો શું થઈ ચર્ચા…

નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં પોલીસ, જેલ, કોર્ટ, પ્રોસિક્યુશન અને ફોરેન્સિક સંબંધિત વિવિધ નવી જોગવાઈઓના ગુજરાતમાં અમલીકરણ તેમજ વર્તમાન સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.આ સમીક્ષા બેઠકની ચર્ચાઓમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે, “ત્રણ નવા ફોજદારી કાયદાઓમાં કોઈપણ કેસમાં FIRથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ત્રણ વર્ષમાં ન્યાય અપાવવાની જોગવાઈઓ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં લાવવામાં આવેલા આ ત્રણ નવા કાયદાઓનો આત્મા છે.”

અમિત શાહે ગુજરાત સરકાર દ્વારા આ ત્રણ નવા ફોજદારી કાયદાઓના અમલીકરણ માટે થયેલી કાર્યવાહીની સમીક્ષા કરતાં જણાવ્યું કે, આગામી 30 એપ્રિલ, 2025 સુધીમાં બધા જ કમિશનરેટમાં આ નવા કાયદાઓનું 100 ટકા અમલીકરણ સુનિશ્ચિત થવું જોઈએ. તેમણે કહ્યું કે, “આ સંદર્ભમાં મુખ્યમંત્રી દ્વારા દર મહિને, ગૃહ રાજ્ય મંત્રી દ્વારા દર પંદર દિવસે તથા મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને પોલીસ મહાનિદેશક સ્તરે સાપ્તાહિક સમીક્ષા થાય તે જરૂરી છે.”કેન્દ્રીય ગૃહ મંત્રીએ ગુજરાતમાં 10 વર્ષથી વધુ સમયની સજાવાળા કેસોમાં ૯૨ ટકાથી વધુ ચાર્જશીટ સમયસર દાખલ કરવાનું જે કાર્ય થયું છે તેની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યુ કે, બાકી રહેલા કેસોમાં કોર્ટની અનુમતિ લઈને જોગવાઈઓનો ઉપયોગ કરવા માટેની સમીક્ષા પણ થવી જોઈએ.

કેન્દ્રીય ગૃહમંત્રીએ નવા ફોજદારી કાયદાઓમાં ઈલેક્ટ્રોનિક્સ એવિડન્સની જોગવાઈઓના ઉચિત અમલીકરણ માટે ગૃહ વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન બેઠકો યોજીને પોસ્ટમોર્ટમ રિપોર્ટ્સ સહિત અન્ય મેડિકલ રિપોર્ટ્સ ઈલેક્ટ્રોનિક્સ સ્વરૂપે મળે તેના પર વિશેષ ભાર મૂક્યો હતો.કેન્દ્રીય ગૃહ મંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, “પોલીસે પૂછપરછ માટે અટકાયતમાં લીધેલા લોકો, જાપ્તા યાદી અને કોર્ટમાં મોકલવામાં આવેલા કેસો સહિતની માહિતી ઇલેક્ટ્રોનિક ડેશબોર્ડ પર પૂરી પાડવી જોઈએ.” તેમણે રાજ્યના પોલીસ મહાનિદેશકને આવા કેસોનું સતત મોનિટરિંગ કરવા સૂચન ઉપરાંત પોલીસ સ્ટેશનોમાં નેટવર્ક કનેક્ટિવિટી સ્પીડ નિર્ધારિત ધારાધોરણો કરતાં વધુ રાખવા પણ સૂચવ્યું હતું.

Related Posts

માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ

પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત…

રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. ગુજરાત ગણોત વહિવટ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *