સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી આદિવાસીઓનું ધર્માંતરણ થઈ રહ્યું હોવાનો દાવો કરતા ચકચાર મચી ગઇ છે. સૌથી ચોંકાવનારી બાબત છે કે, ધર્માંતરણનો આ ખેલ ભાજપના જ એક ધારાસભ્ય ખેલી રહ્યા છે. કાજલ હિન્દુસ્થાનીએ કરેલા ટ્વીટ અનુસાર ધર્માંતરણની ઘટના વ્યારાની હોવાનો તેણે દાવો કર્યો છે. ઉપરાંત ધર્માંતરણના આ ખેલમાં ભાજપના જ ધારાસભ્ય મોહન કોંકણીની સંડોવણી હોવાનું ખુલ્યું છે.
કાજલ હિન્દુસ્થાનીના ટ્વીટથી ખળભળાટ:- સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્થાનીએ દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓનું ધર્માંતરણ થતું હોવાના દાવા સાથેની એક પોસ્ટ કરી હતી. સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં તેણે કેટલાક વીડિયો અને તસ્વીરો પણ શેર કરી છે. જેના અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દક્ષિણ ગુજરાતમાં મિશનરીઓ દ્વારા ધર્માંતરણનો ખેલ ઝડપથી વધી રહ્યો છે. આદિવાસી સમુદાયના સામાજિક સંગઠન દેવ બિરસા સેનાએ કહ્યું કે, ‘ભાજપના ધારાસભ્ય મોહન કોંકણી ધર્માંતરણની આ રમત પાછળનાં મુખ્ય સૂત્રધાર છે.’
કાજલ હિન્દુસ્થાનીએ પોતાની પોસ્ટમાં એક કાર્યક્રમમાં સંબોધન કરતા ધારાસભ્યનો વીડિયો પણ શેર કર્યો છે. ઉપરાંત વીડિયોમાં ધારાસભ્યની વાત અને મંશા પર સવાલ ઉઠાવ્યા છે. ડિસેમ્બર 2024 નાતાલનાં પર્વનો આ વીડિયો હોવાની શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, અગાઉ કથાકાર મોરારી બાપુએ પણ પોતાની કથા દરમિયાન આદિવાસી ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો હતો. તેમણે શિક્ષકોથી માંડીને સમગ્ર સિસ્ટમ દ્વારા પદ્ધતીસરના ધર્માંતરણ સામે સવાલો ઉઠાવ્યા હતા. જો કે ચૈતર વસાવા સમગ્ર મામલે ધર્માંતરણનો અને આડકતરી રીતે ભાજપના ધારાસભ્યનો બચાવ કરતા જોવા મળ્યા હતા.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








