ઉનાળુ વેકેશન લઈને મન ફાવે ત્યાં ફરો નામની યોજના, ગુજરાતનાં કોઈ પણ ખૂણે માત્ર આટલા રુપિયામાં ફરી શકશો

ઉનાળુ વેકેશન લઈને ગુજરાત એસટી નિગમે નવી યોજના બહાર પાડી છે. ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના બનાવી છે. જેને આગામી ઉનાળુ વેકેશન જોતા મૂકવામાં આવી છે જે અંતર્ગત કોઈપણ ગુજરાતી માત્ર રૂપિયા 450 થી લઈ રૂપિયા 1450 સુધીમાં ચાર દિવસથી લઈ સાત દિવસ સુધી સમગ્ર ગુજરાતના કોઈપણ ખૂણે મુસાફરી કરી શકે છે. તેમજ સાથે વિશેષ સુવિધા મેળવી શકે છે.

આ પણ વાંચો :- Gondal : ગોંડલમાં પાટીદાર યુવકને માર મારવાનો કેસને લઈને પરશોત્તમ રૂપાલાએ કહ્યું- “કાયદો કાયદાનું કામ કરે છે”

ગુજરાતનાં તમામ એસટી ડેપો પર યોજના લાગુ :- ગુજરાતભરના તમામ એસ ટી ડેપોમાં આ યોજના લાગુ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રવાસ ગુજરાતીઓ કરે છે ત્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા મન ફાવે ત્યાં ફરો નામની યોજના કાર્યરત કરાય છે જે અંબાજીથી ઉમરગામ તેમજ કચ્છથી કાઠીયાવાડ સુધી અમલી બની રહેશે. તેમજ ગુજરાતના તમામ એસટી ડેપો સહિત એસટી નિગમની તમામ ગુર્જર નગરી અને અન્ય એક્સપ્રેસ બસોમાં લાગુ પડશે. ગુજરાત એસટી નિગમ દ્વારા નોન એસી સ્લીપર કોચમાં પણ આ યોજના અમલી ગણાશે.

આ પણ વાંચો :- Mehsana : મહેસાણામાં RTO અને પોલીસની કડક કાર્યવાહી, સગીર બાળકોને વાહન આપનાર વાલીઓ સામે બોલાવી તવાઈ

તમામ મુસાફરો ખૂબ મોટો ફાયદો થશે :- આ યોજના અંતર્ગત પ્રવાસી લોકો માટે પણ એકજ પાસ માં સમગ્ર ગુજરાતમાં ફરી શકશે. ગુજરાત એસટી નિગમ દ્વારા શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત 1450 માં સાત દિવસ માટે સમગ્ર ગુજરાતભરમાં મન ફાવે ત્યાં ગુર્જર નગરીથી લઈ સુપર એક્સપ્રેસ બસોમાં મુસાફરી કરી શકાશે. તેમજ 850 રૂપિયામાં ચાર દિવસ સુધી ગુજરાત ભરમાં પ્રવાસ થઈ શકશે. સાથોસાથ પરિવાર સાથે જવાનું હોય તો રૂપિયા 450 સુધીની અડધી ટિકિટ લઈને પણ પ્રવાસ થઈ શકશે. જોકે આગામી સમયમાં ગુજરાતની જનતા મન ફાવે ત્યાં ફરો યોજના ને કેટલો સફર બનાવે છે તે પણ મહત્વનું બની રહે છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *