અરવલ્લીઃમોડાસા ખાતે મહાકુંભ કેલેન્ડર 2025 નું વિમોચન કરવામાં આવ્યું

B INDIA ARVALLI : અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મહાકુંભ 2025 ના કેલેન્ડર નું વિમોચન કરવામાં કરવામાં  આવ્યું હતું.

 

 

જેમાં ગુજરાત પ્રદેશ સહમંત્રી જયંતીભાઈ પટેલ અને અઘ્યક્ષ રામભાઇ પટેલ  દ્વારા જણાવવામાં આવ્યું કે મહાકુંભ એ હિન્દુઓની આસ્થાનું મહાપર્વ  છે.  જેમાં ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાના માર્ગદર્શનથી રોજ 8000 યાત્રિકોને રહેવાની સગવડ, 15 જગ્યાએ ભોજનના ટેન્ટ, રાત દિવસ 24 કલાક ગરમ ચા, દવાઓ , 500 જગ્યાએ મોબાઇલ ચાર્જીંગ, ગરમ પાણી, મેડિકલ કેમ્પ, ઠંડીથી રક્ષણ માટે ધાબળા બેંકની વ્યવસ્થા કરેલ છે.

 

 

જે ભાઈ બહેનોને જવું હોય તો hinduhelp line.in પર  રજી્ટ્રેશન કરવાનું રહેશે, વધુ માહિતી માટે મહાકુંભ કેલેન્ડર સંકલન સમિતિમાં નામ છે આ કાર્યક્રમમાં સચીનસિંહ પુવાર, પ્રિયાંકભાઇ પોકાર ,હિતેશભાઈ જોશી વગેરે ઉપસ્થીત રહ્યા હતા આ તમામ સેવાઓ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રિય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દલ, મહિલા પરીષદ, ઓજસ્વિની દ્વારા ચલાવવામાં આવશે એમ જણાવ્યું હતું.

Related Posts

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓના PA-PS નિમણૂકની કરાઈ જાહેરાત, જુઓ યાદી

ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણ બાદ તમામ મંત્રીઓ માટે ખાતાની ફાળવણી બાદ હવે અંગત સચિવ (PA), અધિક અંગત સચિવ અને મદદનીશ સ્ટાફની નિમણૂક પણ કરી લેવામાં આવી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી…

ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *