અમદાવાદમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- 2025, 143 પતંગબાજો, 47 દેશોમાંથી લેશે ભાગ..! વધુ વાંચો

B INDIA INTERNATIONAL KITE FESTIVAL :– ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ શહેરની વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 11થી 14 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. અમદાવાદ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજોની પરેડ, નાઈટ કાઈટ ફ્લાઈંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો, પતંગ વર્કશોપ પણ યોજાશે. આ ઉપરાંત હેન્ડીક્રાફ્‌ટ્‌સ અને રિફ્રેશનમેન્ટ સ્ટોલ રાખવામાં આવ્યા છે. વિશ્વના 47 દેશોમાંથી 143 અને અન્ય રાજ્યોમાંથી 52 અને ગુજરાતના 11 શહેરોમાંથી 417 પતંગબાજો આ ઉત્સવમાં સામેલ થશે.

 

International Kite Festival 2020 Date – Latest News Information updated on January 08, 2020 | Articles & Updates on International Kite Festival 2020 Date | Photos & Videos | LatestLY

 

  • આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’
  • ગુજરાતમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લેશે.
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં 11 જાન્યુઆરી એ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નો પ્રારંભ થશે. 12 જાન્યુઆરી 2025ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર),  રાજકોટ તથા વડોદરા ખાતે આંતરરાષ્ટીય પતંગ મહોત્સવ પ્રારંભ થશે.
  • 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે.
  • આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 47 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયો માંથી 52 (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

 

International Kite Festival in Gujarat

 

–>આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025 ના ઉદ્ધાટન સમારોહ :- 

 

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો CMના હસ્તે પ્રારંભ, કાઈટ  ફેસ્ટિવલમાં છવાઈ 'અયોધ્યા' થીમ - Gujarati News | Inauguration of  International Kite Festival 2024 in ...

 

અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025 ના ઉદ્ધાટન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણ ઉપસ્થિત રહેશે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને વધુ પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લે અને રાજ્યના સ્થાનિક મેળાઓ-ઉત્સવો લોકોમાં વધુ પ્રચલિત બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે મેળાઓ અને ઉત્સવોના આયોજન થકી રાજ્યની કલાસંસ્કૃતિ, હસ્તકલા, સ્થાપત્ય, ધાર્મિક અને જોવાલાયક સ્થળોને લોકભોગ્ય બનાવવામાં આવ્યા છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.

 

Romancing the Kites | Meer

 

–> ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન:-

 

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો CMના હસ્તે પ્રારંભ, કાઈટ ફેસ્ટિવલમાં છવાઈ 'અયોધ્યા' થીમ - Gujarati News | Inauguration of International Kite Festival 2024 in ...

 

આ વર્ષે તારીખ 11 જાન્યુઆરી થી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્ઘાટન સમારંભ 11 જાન્યુઆરીના રોજ સવારે ૯ વાગ્યે અમદાવાદમાં વલ્લભસદન રિવરફ્રન્ટ ખાતે યોજાશે. આ ઉપરાંત 12મીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજકોટ તેમજ વડોદરા તેમજ 13મીએ સુરત, શિવરાજપુર અને ધોરડોમાં પતંગોત્સવ યોજાશે. મહત્વનું છે કે,ગત વર્ષે પતંગ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો ત્યારે 55 દેશોના 153, 12 રાજ્યોના 68 અને ગુજરાતના 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો હતો પરંતુ આ વર્ષે સંખ્યામાં ચોંકાવનારો ઘટાડો નોંધાયો છે. ગુજરાતના શહેરોમાંથી લોકો ભાગ લેતાં ઓછા થઈ ગયા છે.

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *