મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીના શપથ વિધિ સમારોહમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીના શપથ વિધિ સમારોહમાં સહભાગી થયા હતા.

તેમણે નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વ અને દિશાદર્શનમાં ભાજપા શાસિત બધા જ રાજ્યો વિકાસ, ગુડ ગવર્નન્સ અને જન કલ્યાણના નવા આયામો પ્રસ્થાપિત કરી રહ્યા છે ત્યારે હવે પશ્ચિમ બંગાળ પણ આ વિકાસયાત્રામાં સહભાગી થયું છે તેનો મુખ્યમંત્રીશ્રીએ હર્ષ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ પશ્ચિમ બંગાળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વમાં હવે “સોનાર બાંગ્લા” નો સંકલ્પ સાકાર કરશે તેવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

તેમણે પશ્ચિમ બંગાળ વિકાસ, શાંતિ, સુશાસન અને સમૃદ્ધિના માર્ગ પર નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે તેવી હૃદયપૂર્વકની શુભકામનાઓ પણ પાઠવી હતી.

  • Related Posts

    Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

    ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

    PM મોદીની કરકસર અપીલ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, કેબિનેટમાં લેવાઈ શકે મોટા નિર્ણયો

    નરેન્દ્ર મોદી દ્વારા દેશહિતમાં કરકસર અને ઈંધણ બચત અંગે કરવામાં આવેલી અપીલ બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે. મળતી માહિતી મુજબ આગામી કેબિનેટ બેઠકમાં વિવિધ સરકારી વિભાગોમાં ખર્ચ ઘટાડવા અને…