ભારતીય સંસદનું શિયાળુ સત્ર સોમવાર, 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે. સત્રના સુચારુ સંચાલન માટે, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ જાહેરાત કરી છે કે રવિવાર, 30 નવેમ્બરે સર્વપક્ષીય બેઠક યોજવામાં આવશે.
કિરન રિજિજુએ જણાવ્યું, “રવિવારે એક સર્વપક્ષીય બેઠક થશે, અને અમે ત્યાં દરેકને સાંભળીશું.” તેમણે ઉમેર્યું કે, સભ્યોને સંસદીય શિષ્ટાચાર સંબંધિત બુલેટિન વિશે અગાઉથી માહિતગાર કરવામાં આવ્યું છે.
આ બેઠકમાં સરકાર લોકસભા અને રાજ્યસભાના સુવ્યવસ્થિત સંચાલન માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે. શિયાળુ સત્ર ૧ ડિસેમ્બરથી ૧૯ ડિસેમ્બર સુધી ચાલશે.
‘વંદે માતરમ’ અને 10 મહત્વપૂર્ણ બિલો
– સરકાર શિયાળુ સત્ર દરમિયાન અનેક મહત્વપૂર્ણ કાયદાઓ પર ચર્ચા અને પસાર કરવાની યોજના ધરાવે છે.
– સત્રની શરૂઆત ‘વંદે માતરમ’ પર આખા દિવસની ચર્ચા સાથે કરવાની યોજના છે, કારણ કે દેશ આ રાષ્ટ્રીય ગીતના 150 વર્ષની ઉજવણી કરી રહ્યું છે.
– વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 7 નવેમ્બરે જણાવ્યું હતું કે, “1937માં, ‘વંદે માતરમ’ના આવશ્યક ભાગો, જે તેના આત્માનો સાર છે, દૂર કરવામાં આવ્યા હતા. આજની પેઢીને સમજવાની જરૂર છે કે રાષ્ટ્ર નિર્માણના આ મહાન મંત્ર સાથે આટલો અન્યાય કેમ થયો.”
– સરકાર 10 મહત્વપૂર્ણ બિલો રજૂ કરવાની પણ યોજના ધરાવે છે, જેમાં પરમાણુ ઉર્જા, ઉચ્ચ શિક્ષણ, કોર્પોરેટ કાયદો, સિક્યોરિટીઝ માર્કેટ જેવા બિલો શામેલ છે.
વિપક્ષની પ્રતિક્રિયા અને SIR મુદ્દો
વિપક્ષ પણ સત્ર દરમિયાન મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવાની તૈયારીમાં છે. તેઓ ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નો સખત વિરોધ કરવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ ભારતના 8.2% GDP વૃદ્ધિ દર પર સંતોષ વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આ દેશ માટે નોટિસિબલ સિદ્ધિ છે અને વિશ્વને સકારાત્મક સંકેત આપે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






