કેરળ, આસામ અને પુડુચેરીમાં મતદાન શરૂ: સત્તા જાળવવા અને વાપસી માટે કડક ટક્કર

દેશના ત્રણ મહત્વપૂર્ણ રાજ્યો કેરળ, આસામ અને પુડુચેરી માં વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કુલ 296 બેઠકો પર લાખો મતદારો ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરી રહ્યા છે. આ ચૂંટણીમાં એક તરફ સત્તાધારી પક્ષો હેટ્રિક લગાવવાની કોશિશમાં છે, તો બીજી તરફ વિપક્ષ લાંબા સમયથી ચાલતા વનવાસનો અંત લાવવા જોર લગાવી રહ્યો છે.

કેરળમાં લેફ્ટનો ગઢ બચાવવાની લડાઈ
કેરળની 140 બેઠકો પર 883 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્યમંત્રી પિનરાયી વિજયનના નેતૃત્વમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) ત્રીજી વખત સત્તા મેળવવા આતુર છે. બીજી તરફ, કોંગ્રેસના નેતૃત્વવાળું UDF, જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ જોરદાર પ્રચાર કર્યો છે, તે વાપસીની આશા રાખે છે. ભાજપ પણ અહીં પોતાનું સ્થાન મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે.

આસામમાં પરિસીમન પછીની પ્રથમ કસોટી
આસામની 126 બેઠકો પર 722 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના નેતૃત્વમાં ભાજપ સતત ત્રીજી જીત માટે પ્રયત્નશીલ છે. કોંગ્રેસે ગૌરવ ગોગોઈને આગળ રાખીને 10 વર્ષનો વનવાસ ખતમ કરવાની રણનીતિ બનાવી છે. સાથે જ બદરુદ્દીન અજમલની AIUDF પાર્ટી પણ ચૂંટણીને રસપ્રદ બનાવી રહી છે.

પુડુચેરીમાં પણ કડક મુકાબલો
પુડુચેરીની 30 બેઠકો પર પણ મતદાન ચાલી રહ્યું છે, જ્યાં સ્થાનિક અને રાષ્ટ્રીય પાર્ટીઓ વચ્ચે સત્તા માટે જંગ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ભારતમાં એપ્રિલ-મે 2027થી પોલિમર નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે, RBI ગવર્નરે આપ્યો સંકેત

    ભારતીય ચલણ વ્યવસ્થામાં આગામી વર્ષે એક મોટો ફેરફાર જોવા મળી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) દેશમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિક બેંકનોટ્સ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મોનેટરી પોલિસી કમિટીની (MPC) ત્રણ દિવસીય બેઠક પૂર્ણ થયા બાદ જણાવ્યું કે જો તમામ તૈયારીઓ યોજના મુજબ પૂર્ણ થશે તો એપ્રિલ-મે 2027થી પ્લાસ્ટિક નોટોનું પરિભ્રમણ શરૂ થઈ શકે છે. શરૂઆતમાં ઓછી કિંમતની નોટોને પોલિમર સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવશે અને ત્યારબાદ તેના પરિણામોના આધારે આગળનો નિર્ણય લેવામાં આવશે. ભારતમાં ગવર્નરે જણાવ્યું કે ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી ₹10, ₹20 અને ₹50 જેવી નાની મૂલ્યની નોટો ખૂબ ઝડપથી ગંદી થઈ જાય છે અથવા ફાટી જાય છે. આ નોટોને વારંવાર બદલવી પડતી હોવાથી દર વર્ષે મોટી…

    કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત બાદ NHAIનો મોટો નિર્ણય, ટોલ વસૂલાત બંધ

    ઉત્તર પ્રદેશના કાનપુર-લખનૌ એક્સપ્રેસવેની ખરાબ હાલત સામે આવ્યા બાદ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)એ કડક કાર્યવાહી શરૂ કરી છે. એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની ગુણવત્તા અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લઈ NHAIએ માર્ગનું સંપૂર્ણ સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ વસૂલાત બંધ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ દરમિયાન એક્સપ્રેસવે પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી કોઈપણ પ્રકારનો ટોલ લેવામાં આવશે નહીં. NHAIના આ નિર્ણયને માર્ગ નિર્માણમાં ગુણવત્તા જાળવવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે ટોલ બંધ રહેવાના કારણે થનારા આવકના નુકસાનની ભરપાઈ સરકાર નહીં કરે, પરંતુ સંબંધિત માર્ગ નિર્માણ કંપની પાસેથી વસૂલવામાં આવશે. એક્સપ્રેસવે રસ્તાની ખરાબ સ્થિતિને લઈને ઉઠ્યા સવાલ તાજેતરમાં કાનપુર-લખનૌ એક્સપ્રેસવેના કેટલાક ભાગોમાં રસ્તાની સપાટી ખરાબ થઈ જવાની ફરિયાદો…