કેન્દ્ર સરકારે 8મા પગાર પંચ (8th Pay Commission) માટે Terms of Reference (ToR) જાહેર કરી દીધા છે, જેને પગલે સ્પષ્ટ થઈ ગયું છે કે નવા પગાર પંચની સત્તાવાર રચના થઈ ગઈ છે. જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટી હવે 8મા પગાર પંચની ભલામણો તૈયાર કરશે. સરકાર દ્વારા કમિશનને 18 મહિનાની અવધિ આપવામાં આવી છે અને માનવામાં આવે છે કે 2027ના મધ્ય સુધી તેનો રિપોર્ટ કેન્દ્ર સરકારને સોંપી દેવામાં આવશે.
8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?
હાલ રિપોર્ટ 2027માં આવશે, પરંતુ સરકારના નિયમો મુજબ પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. એટલે કે નવો પગાર પછી લાગશે, પરંતુ બાકી રકમ 1 જાન્યુઆરી 2026થી ગણાશે. તેથી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક લાભ પાછલા સમયથી મળશે.
શું DA, HRA અને TA હવે બંધ થઈ જશે?
કર્મચારીઓમાં સૌથી મોટી ચિંતા એ છે કે શું 8મા પગાર પંચ બાદ DA (મોંઘવારી ભથ્થું), HRA (હાઉસ રેન્ટ એલાઉન્સ) અને TA (મુસાફરી ભથ્થું) બંધ થઈ શકે છે?
સરકારે એવો કોઈ સંકેત આપ્યો નથી કે DA, HRA કે TA બંધ થશે.
– પગાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ,
– ભથ્થાઓને બંધ કરવાની કોઈ યોજના નથી
– 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી 7મા પગાર પંચના નિયમો જ યથાવત્ રહેશે
– દર 6 મહિને DAમાં વધારો ચાલુ રહેશે
– અર્થાત કર્મચારીઓના ભથ્થા પર કોઈ અસર થવાની શક્યતા નથી.
આગામી 18 મહિનામાં DA કેટલો વધે શકે?
પેરોલ નિષ્ણાત રામચંદ્રન કૃષ્ણમૂર્તિ (Nexdigm) અનુસાર, 8મા પગાર પંચનો રિપોર્ટ તૈયાર થવામાં ઓછામાં ઓછા 18 મહિના લાગશે. આ દરમિયાન દર 6 મહિને DAમાં વધારો થતો રહેશે.
એક અંદાજ અનુસાર (વાસ્તવિક વધારો CPI પર આધારિત):
– વર્તમાન DA = 58%
– 6 મહિનાં પછી → 61%
– 12 મહિનાં પછી → 64%
– 18 મહિનાં પછી → 67%
આ માત્ર ઉદાહરણ માટેના આંકડા છે. CPI મુજબ વધઘટ થઈ શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






