મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી હિંસા ભડકી, અનેક ઘરોને આગ ચાંપવાની ઘટના

મણિપુરના ઉખરુલ જિલ્લામાં ફરી એકવાર હિંસા ભડકતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. સોમવાર બપોરે લિટાન સારેઈખોંગ ગામમાં હથિયારધારી બદમાશોએ અનેક રહેણાંક ઘરોને આગ ચાંપી દેતાં દહેશત ફેલાઈ હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, પહાડી વિસ્તારોમાં સશસ્ત્ર જૂથો દ્વારા આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે મોટી સંખ્યામાં ગ્રામિણોએ પોતાના ઘરો છોડીને પડોશી કાંગપોકપી જિલ્લામાં શરણ લેવા મજબૂર બન્યા છે. હિંસાની શરૂઆત શનિવાર રાત્રે થઈ હતી, જ્યારે તંગખુલ નાગા સમુદાયના એક સભ્ય પર કેટલાક અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. શરૂઆતમાં બંને પક્ષો વચ્ચે સમાધાનની વાતચીત ચાલી હતી, પરંતુ રવિવારે યોજાનારી બેઠક રદ થતાં મામલો વધુ બગડ્યો હતો.

આ બાદ પડોશી ગામના લોકોએ લિટાન સારેઈખોંગ ગામના મુખિયાના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો. સાથે જ પોલીસ સ્ટેશન નજીક ફાયરિંગની ઘટનાઓ પણ નોંધાઈ હતી. રવિવારે બે આદિવાસી જૂથો વચ્ચે થયેલા પથ્થરમારાના પગલે પ્રશાસને તાત્કાલિક અસરથી કર્ફ્યુ જાહેર કર્યો હતો.

મોડી રાત્રે તંગખુલ નાગા અને કુકી સમુદાયના અનેક મકાનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હાલ જિલ્લા મેજિસ્ટ્રેટ આશિષ દાસ દ્વારા રવિવાર સાંજથી આગામી આદેશ સુધી કર્ફ્યુ જેવા કડક પ્રતિબંધો અમલમાં મુકવામાં આવ્યા છે. આ દરમિયાન કોઈપણ વ્યક્તિને ઘરની બહાર નીકળવાની મનાઈ છે.

રાજ્યના મુખ્યમંત્રી ખેમચંદ સિંહે સોશિયલ મીડિયા મારફતે તમામ સમુદાયોને સંયમ રાખવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમણે હોસ્પિટલની મુલાકાત લઈ ઈજાગ્રસ્તોને મળ્યા હતા અને તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી. હાલ મહાદેવ, લંબુઈ અને લિટાન તરફ જતા માર્ગો પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને સ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

સોના-ચાંદીના ભાવમાં ફરી તોફાની તેજી, એક જ દિવસે ચાંદીમાં ₹17,000નો ઉછાળો

મજબૂત વૈશ્વિક વલણો અને નબળા ડોલરની અસર હેઠળ સોમવારે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે ચાંદીના ભાવમાં એક જ દિવસમાં છ ટકાથી વધુ…

પુસ્તક વિવાદ બાદ જનરલ મુકુંદ નરવણે પહેલીવાર આપી સ્પષ્ટતા, માત્ર 7 શબ્દોમાં

પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેની આત્મકથા *‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’*ને લઇને છેલ્લા કેટલાક દિવસથી રાજકીય અને જાહેર ચર્ચા ગરમ છે. આ વિવાદ વચ્ચે જનરલ નરવણે પોતે પહેલીવાર સામે…