વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોને ન્યૂયોર્ક કોર્ટમાં કરાયા રજૂ, ડ્રગ્સ અને હથિયાર હેરાફેરીનો કેસ

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને આજે અમેરિકાના ન્યૂયોર્ક શહેરની કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. તેઓ પર ડ્રગ્સ અને હથિયારની હેરાફેરી સાથે જોડાયેલા કેસની કાર્યવાહી થશે.

આજે કોર્ટમાં રજૂઆત પહેલાં માદુરોને કડક સુરક્ષા સાથે અદાલત સુધી લાવવામાં આવ્યા. ન્યૂયોર્કના રસ્તાઓ પર સુરક્ષા વાહનોનો વિશાળ કાફલો જોવા મળ્યો, જેમાં DEA (Drug Enforcement Agency)ના અધિકારીઓ પણ રહેલા હતા.

માહિતી અનુસાર, માદુરોને હેલિકોપ્ટર મારફતે અદાલત પાસે હેલિપેડ પર ઉતારવામાં આવ્યા, જ્યાંથી તરત જ એક વેનમાં બેસાડીને કોર્ટમાં લઇ જવામાં આવ્યા.

ત્રણ દિવસ પહેલા, માદુરોને તેમની પત્ની સિલિયા ફ્લોરેસ સાથે વેનેઝુએલામાંથી પકડવામાં આવ્યા હતા. આ અદાલતી રજૂઆતથી સંબંધિત વધુ વિગતો અને કેસની આગળની કામગીરી અંગે કોર્ટ તરફથી અપડેટ આપવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઈરાનના મિસાઈલ હુમલા બાદ દક્ષિણ ઈઝરાયેલમાં સાયરન ગુંજ્યા, નેતન્યાહુએ બોલાવી ઈમરજન્સી બેઠક

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે ઈરાન દ્વારા કરવામાં આવેલા મિસાઈલ હુમલાઓ બાદ ઈઝરાયેલના દક્ષિણ વિસ્તારોમાં સાયરન ગુંજી ઉઠ્યા છે. ખાસ કરીને ઇલાત અને આસપાસના વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.…

હોર્મુઝની ખાડીમાં તણાવ તેજ: ઈરાન દ્વારા અમેરિકન ઓઈલ ટેન્કર કબજામાં લીધાના અહેવાલો વાયરલ

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે Strait of Hormuz વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. તાજેતરના અહેવાલો મુજબ Iranના નૌકાદળે એક અમેરિકન ઓઈલ ટેન્કરને કબજામાં લીધાનો દાવો સોશિયલ મીડિયા અને…