ઈરાનમાં આંતરિક વિદ્રોહ: પોલીસકર્મીએ સળગાવી સર્વોચ્ચ નેતાની તસવીર

ઈરાનમાં આંતરિક વિદ્રોહની ચિંતાજનક ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ઈરાનની પોલીસની વસ્ત્રમાં સજ્જ એક વ્યક્તિ દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લા અલી ખમેનીની તસવીર સળગાવતો નજરે આવે છે.

વિડિયોમાં તે પોલીસકર્મી દીવાલ પર જૂના શાસકની યાદમાં ‘જાવિદ શાહ’ એટલે કે ‘શાહ અમર રહો’ જેવા વિદ્રોહી સૂત્રો પણ લખતો દેખાય છે.

આ ઘટના ઈરાનમાં કટ્ટરપંથી શાસન માટે મોટો પડકાર માનવામાં આવી રહી છે અને તેના રાજકીય પ્રભાવ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિદ્રોહી કૃત્યોએ સુરક્ષા એજન્સીઓમાં સજાગતા વધી છે, અને આ મામલે કડક કાર્યવાહી થઈ શકે તેવા સંકેતો મળ્યા છે.

અધિકારીઓ હજુ તે વ્યક્તિની ઓળખ અને ઘટના અંગેની વિગતો એકઠી કરી રહ્યા છે, તેમજ આ વિદ્રોહી કાર્યવાહીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

102 ડિગ્રી તાવ અને H1N1! અભિનેત્રી શબાના આઝમી આઇસોલેશનમાં, પ્રદર્શનને આપ્યું સમર્થન : Shocking Update

મુંબઈ: જાણીતી દિગ્ગજ અભિનેત્રી અને સામાજિક કાર્યકર શબાના આઝમીને H1N1 (સ્વાઇન ફ્લૂ) હોવાનું નિદાન થયું છે. તબિયત બગડતાં ડૉક્ટરોએ તેમને ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવા અને આઇસોલેશનમાં…

2026 : શિક્ષણ : Social Media પર પોસ્ટ કરી આપી જાણ: “મેં PM મોદીને મોકલી આપ્યું રાજીનામું : Resigns. Major Victory

સનસનાટીભર્યા સમાચાર: દેશના રાજકારણ અને શિક્ષણ ક્ષેત્રે મોટો ભૂકંપ ભારતના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભારે ઘર્ષણ અને વિવાદો વચ્ચે એક અત્યંત સનસનાટીભર્યા રાજકીય સમાચાર સામે આવ્યા છે.…