વડોદરા: SIR કામગીરી દરમિયાન BLO સહાયકનું નિધન, તણાવ અને કામનું ભાર કારણ

વડોદરામાં Special Summary Revision (SIR)ની કામગીરી દરમિયાન એક BLO સહાયક ઉષાબેન સોલંકી અચાનક બેભાન પડી ગઈ અને હોસ્પિટલમાં પહોંચતા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા. ઘટનાનું સ્થળ પ્રતાપ વિદ્યાલય હતું જ્યાં ફોર્મ ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ, દીવસભરના ભારે કામ અને વધતા તાપમાનને કારણે તેમની તબિયત લથડી.

તપાસ હેઠળ જાણવામાં આવ્યું છે કે, BLOની આ સહાયક ITIમાં કર્મચારી છે અને SIR પ્રક્રિયામાં સહાય માટે તાત્કાલિક નિયુક્ત કરવામાં આવી હતી. તબિયત બગડતા સહકર્મચારીઓએ તરત એમ્બ્યુલન્સ બોલાવી મદદની, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાથી જ જીવ જોખમમાં હતો.

આ પહેલા વડોદરા જિલ્લામાં પાદરા વિસ્તારમાં પણ BLO જુલ્ફીકાર પઠાણને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

કોડીનારમાં ગીર સોમનાથ જિલ્લાના BLO શિક્ષક અરવિંદ મૂળજી વાઢેર (ઉંમર 40)એ SIR કામગીરીના માનસિક તણાવ અને ભારે કામના ભારને કારણે આત્મહત્યા કરી લીધી. તેમને છારા કન્યા શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. મૃતકએ આત્મહત્યા પહેલા પત્નીને લખેલા નોટમાં કામગીરીના તણાવ વિશે ખુલાસો કર્યો હતો.

આ ઘટનાએ SIR કામગીરી દરમિયાન કર્મચારીઓ પર વધતા ભાર અને તણાવ અંગે ગંભીર ચેતવણી આપી છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…