ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવતીકાલે 16 ઓક્ટોબરના રોજ સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેમનું આગમન રાજ્યમાં મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયોની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે.
સાંજનો કાર્યક્રમ:
– અમિત શાહનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થવાની શક્યતા છે
– ત્યાંથી તેઓ સીધા તેમના નિવાસસ્થાન પર જશે
– શુક્રવાર, 17 ઓક્ટોબરના રોજ મંત્રીમંડળના વિસ્તરણ અંગે નિર્ણાયક યોજનાઓ આગળ વધી શકે
મહત્વપૂર્ણ રાજકીય આગમનો:
આજ મોડી રાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત પહોંચશે. ગુરુવારે એટલે કે 16 ઓક્ટોબરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા પણ ગુજરાત આવશે. ભાજપના ટોપ લીડરોના આગમનથી રાજ્યના રાજકારણમાં નવી ચહલપહલ સર્જાઈ છે
મંત્રીમંડળ વિસ્તરણના સંકેત મજબૂત
સૂત્રોના જણાવ્યા અનુસાર નવા મંત્રીઓના શપથગ્રહણ સમારોહ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાઈ શકે છે. લાંબા સમયથી અટકેલી વિસ્તરણ પ્રક્રિયા હવે આગળ વધવાની સંભાવના છે. કેટલા નવા ચહેરાઓને મંત્રિમંડળમાં સ્થાન મળશે, તે જાહેર નહીં થયું
રાજ્યપાલ પણ પહોંચશે ગુજરાત
– ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ આવતીકાલે બપોર બાદ રાજ્યમાં પહોંચી જશે
– રાજભવન ખાતે મુખ્યમંત્રી સાથે બેઠકની પણ શક્યતા છે
– રાજ્યપાલના આગમન બાદ મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા ત્વરિત શરૂ થઈ શકે છે
ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણને લઈને છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. હવે કેન્દ્રીય નેતાઓના એક પછી એક આગમનથી રાજકીય દિશા સ્પષ્ટ થતી જઈ રહી છે. આવતા 48 કલાક ગુજરાતના રાજકારણ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






