મહેસાણામાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ: રૂ. 96 લાખનો જથ્થો સીઝ, 18 સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયા

મહેસાણાના ગિલોસણ ગામે ઘી બનાવતી એક શંકાસ્પદ ફેક્ટરીમાં નકલી ઘી બનાવવાનું ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. “મેસર્સ શિવાન ફૂડ પ્રોડક્ટ્સ” નામની ફેક્ટરીમાં પોલીસે દરોડો પાડી રૂ. 95.59 લાખનો ઘીનો જથ્થો સીઝ કર્યો છે અને ફૂડ તંત્રને જાણ કરી ફેક્ટરીને સીલ કરી દીધી છે.

કઈ રીતે થયો ખુલાસો?
તાલુકા પોલીસના નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ગિલોસણ ગામે આવેલી યુક્રેન એસ્ટેટમાં શંકાસ્પદ હલચલ જોવા મળતાં પોલીસએ તાત્કાલિક દરોડો પાડી પટેલ નિતેશભાઈ ગોવિંદભાઈ નામના વ્યક્તિની માલિકીની આ ફેક્ટરીમાં નકલી ઘી બનાવાતું હોવાનું સામે આવ્યું. ફૂડ વિભાગ અને પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી

સેમ્પલ અને સીઝ કરાયેલો જથ્થો:
– કુલ 18 સેમ્પલ અલગ અલગ બ્રાન્ડના ઘીના લેવામાં આવ્યા
– અંદાજે 16,812 લીટર ઘીનો જથ્થો રોકી પાડાયો, કુલ કિંમત રૂ. 95,59,712
– શંકાસ્પદ ઘીના બ્રાન્ડ્સમાં અમૃત પ્યોર ઘી, અમૃત કાઉ ઘી, ગૌધારા કાઉ ઘી સહિતના નામ સામેલ
– 75 પતરાના ડબ્બા અને આશરે 700 કાર્ટન બોક્સ પણ સીઝ

આગામી કાયદાકીય પગલાં શું?
– ઈન્ચાર્જ ફૂડ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ સેમ્પલ સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે
– રિપોર્ટ બાદ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે
– જો રિપોર્ટ સબ-સ્ટાન્ડર્ડ આવે તો અન્ય નિવાસી કલેક્ટરની કોર્ટમાં કેસ દાખલ
– જો રિપોર્ટ અનસેફ આવે તો જુડીશિયલ કોર્ટમાં કેસ ચાલી શકે

મહેસાણામાં ઘટેલી આ ઘટના માત્ર ખાદ્ય સુરક્ષા જ નહીં, પરંતુ જનસ્વાસ્થ્ય માટે પણ ગંભીર ચિંતા ઉભી કરે છે. તંત્રની ઝડપી કાર્યવાહી અને પોલિસની ચુસ્ત પેટ્રોલિંગના કારણે ભવિષ્યના મોટા ભેળસેળના બનાવો અટકાવાયા. હવે લેબ રિપોર્ટ સામે આવ્યાં બાદ નકલી ઘી બનાવનારા સામે કડક કાયદેસર પગલાં લેવાશે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ

અમિત શાહનું મેગા વિઝન: ગાંધીનગર બનશે દેશની પ્રથમ ‘હરિયાળી લોકસભા’, વર્ષ 2026-27માં 1 કરોડથી વધુ વૃક્ષો વાવવાનો ઐતિહાસિક ટાર્ગેટ ગાંધીનગર: ભારતના કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ…

#Drugs/ શું ગુજરાતમાં પાંગરી ગયો છે ‘મોતમિત્ર’ સમો ડ્રગ્સનો કાળો કારોબાર?

ગુજરાતનો સાગરકાંઠો ડ્રગ્સ કાર્ટેલ માટે આશીર્વાદ રુપ બનતો દેખાય રહ્યો છે, જ્યારે દેશ માટે યુવા પેઢીને નષ્ટ કરતા ઝેરનાં પ્રવેશદ્વાર સમાન બની રહ્યો છે. વાત વિચાર માંગી લે તેવી છે કે જો આટલા વિપુર જથ્થામાં ડ્રગ્સ પકડાયું હોય અને તે પણ ફક્ત આ માસમાં જ, તો ડ્રગ્સ ટોટલ માત્રામાં ગુજરાતમાં ઠલવાયું કેટલું હશે? વિપુલ અને કરોડોનો જથ્થો પકડાય જવા છતા જો ડ્રગ્સનાં દાનવોને કોઇ ફરક પડતો ન હોય અને ડ્રગ્સ આવીરત રીતે મોકલી રહ્યા હોય તો આવી ગયેલો જથ્થો કેટલો હશે? વળી આ કાળા ઝેરનાં કારોબારમાં કેટલા યુવાનો ખપ્યા હશે? અને ડ્રગ્સ કાર્ટલની કાળા ઝેરની કાળી કમાણી કાટલી હશે? આ કાળી કમાણી ક્યાં વપરાતી હશે?