મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરપંચો માટે લીધો મહત્વનો નિર્ણય, વિધાનસભામાં યોજાશે વિશેષ તાલીમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના વિકાસને પ્રોત્સાહન આપવા અને પંચાયત વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના તમામ સરપંચોને ‘ગ્રામ શક્તિ’ અંગે વિશેષ તાલીમ આપવામાં આવશે, જે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિધાનસભા ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહેશે.

તાલીમમાં શું શીખવવામાં આવશે?
આ એક દિવસીય તાલીમમાં સરપંચોને ગ્રામ શક્તિ યોજના અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવશે. મુખ્યમંત્રીના મતે, સરપંચો ગામના વિકાસના મુખ્ય આધારસ્તંભ છે, અને તેમને યોગ્ય તાલીમ મળવાથી આત્મનિર્ભરતા અને પારદર્શક વહીવટને પ્રોત્સાહન મળશે.

2666 ગામોમાં પોતીકા ગ્રામ પંચાયત ઘર
મુખ્યમંત્રી દ્વારા રાજ્યના 2666 ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસનું ઈ-ખાતમૂહર્ત કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટમાં રૂ. 663 કરોડનો ખર્ચ થશે અને પરિણામે ગ્રામ્ય નાગરિકોને સ્થાનિક સ્તરે જ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત વિઝન હેઠળ ગુજરાત પ્રગતિના પાયલોટ રાજ્ય તરીકે આગળ રહેશે.

મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યમાં ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના’નું રાજ્યવ્યાપી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. યોજનાનો પ્રથમ તબક્કો 114 તાલુકા મથકના એવા ગામો પર કેન્દ્રિત રહેશે, જે તાલુકા મથક છે પરંતુ નગરપાલિકા નથી. તેમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પાણી, સ્વચ્છતા, સોલાર સ્ટ્રીટ લાઈટ, ઈ-ગ્રામ અને કોમ્યુનિટી હોલ સહિતની આધુનિક સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે.

મુખ્યમંત્રીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં 10,000 થી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોને આ યોજનામાં આવરી લેવાશે. પરિણામે ગ્રામ્ય અને શહેરી વિકાસ વચ્ચેનો તફાવત ઘટશે, અને સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસનું ધ્યેય સાર્થક થશે.

ગ્રામ વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિશેષ આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિકાસના ગતિમાન સ્કેલ અને શહેરીકરણના દબાણને સંતુલિત કરવા માટે ગ્રામ વિકાસને કેન્દ્રસ્થાને રાખીને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પ્રથમવાર આવા કેન્દ્રિત અને વ્યાપક પ્રોગ્રામ દ્વારા ગ્રામ પંચાયતોના ઉત્થાનને પ્રોત્સાહન મળવાનું છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ… 2026

હિંમતનગરમાં રાજ્યકક્ષાની ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 4 દિવસ સુધી વિવિધ રમતોમાં પોલીસ જવાનો અજમાવશે કૌશલ્ય સાબરકાંઠાના હિંમતનગર ખાતે આજથી રાજ્યકક્ષાની પ્રતિષ્ઠિત ‘DGP કપ’ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા યોજાતી આ રમતોત્સવ જેવી ટુર્નામેન્ટમાં ગુજરાતભરમાંથી પોલીસ કર્મચારીઓ અને વિવિધ પોલીસ એજન્સીઓની ટીમો ભાગ લઈ રહી છે. આગામી ચાર દિવસ સુધી ચાલનારી આ સ્પર્ધામાં એથ્લેટિક્સ અને સાયકલિંગ સહિતની વિવિધ રમતગમતની સ્પર્ધાઓ યોજાશે. હિંમતનગરમાં યોજાઈ રહેલી આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટનું યજમાનપદ આ વખતે સાબરકાંઠા પોલીસને મળ્યું છે. ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગાંધીનગર રેન્જના આઈ.જી.પી. વીરેન્દ્રસિંગ યાદવના વરદ હસ્તે સ્પર્ધાને ખુલ્લી મૂકવામાં આવી હતી. પ્રારંભિક કાર્યક્રમ દરમિયાન પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ ટીમોના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ચાર દિવસ સુધી રમતગમતનો માહોલ : ‘DGP કપ’ ટુર્નામેન્ટ આગામી…

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં… Clarity 2026

ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા Universityફરી વિવાદમાં, યુનિફોર્મ સહિત અનેક મુદ્દે વિદ્યાર્થીઓનું હલ્લાબોલ University ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ફરી એકવાર વિદ્યાર્થીઓના વિરોધને લઈને ચર્ચામાં આવી છે. યુનિફોર્મ સહિત વિદ્યાર્થીઓને આપવામાં આવતા પેપર અને અન્ય શૈક્ષણિક બાબતોમાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓની ફરિયાદો અને રજૂઆતો બંધ બારણે ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો, પરંતુ આજે વિદ્યાર્થીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ પ્રદર્શન કરવામાં આવતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, તેમની કેટલીક સમસ્યાઓ અંગે અગાઉથી University તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જોકે, તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ ન આવતા અંતે વિદ્યાર્થીઓને વિરોધનો માર્ગ અપનાવવો પડ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.…