વેરાવળમાં બે કાશ્મીરી યુવકો ઝડપાયા, પોલીસ પૂછપરછમાં વ્યસ્ત

ગીર સોમનાથના વેરાવળમાં પોલીસે શંકાસ્પદ કાશ્મીરી યુવકોને ઝડપી લીધો છે. વેરાવળના રામભરોસે ચોકમાં અનીસઉલ રહેમાન અને મહમદ અસલમને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમની પૂછીપરછ ચાલુ છે.

અનીસઉલ રહેમાન ગુજરાત મદરેસા માટે પ્રથમ વખત ચંદો ઉઘરાવવા આવ્યો હતો, જ્યારે મહમદ અસલમ છેલ્લા પાંચથી છ વર્ષથી દર વર્ષે ચંદો ઉઘરવા આવતો રહ્યો છે. બંને યુવકો કાશ્મીરના પૂંછ જિલ્લાની મદરેસાઓ માટે ચંદો ઉઘરાવે છે. ચંદો સ્કેનર દ્વારા ઓનલાઇન ઉપાડી મદરેસાના એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે.

પોલીસને મળેલ માહિતી મુજબ, બંને યુવકો પ્રથમ ડિસેમ્બરે કાશ્મીરથી અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ તેઓ કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉપલેટા, જૂનાગઢ અને જેતપુરથી ચંદો ઉઘરાવતા વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળ પહોંચતાં પહેલા તેઓ બે દિવસ માંગરોળમાં રોકાયા હતાં.

હાલ પોલીસ બંનેની તપાસ કરી રહેલી છે અને વધુ માહિતી મેળવવા પ્રયાસ કરી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…