તુર્કીયેનું લશ્કરી વિમાન જ્યોર્જિયામાં થયું ક્રેશ, 20 લોકોના મોતની આશંકા

મંગળવારે તુર્કીયેનું C-130 લશ્કરી કાર્ગો વિમાન જ્યોર્જિયામાં ક્રેશ થયું હોવાની માહિતી સામે આવી છે. આ વિમાન અઝરબૈજાનથી ઉડાન ભરી રહ્યું હતું અને તેમાં આશરે 20 લોકો સવાર હતા. હાલ બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ અહેવાલો મુજબ તમામ 20 લોકોના મૃત્યુ થયાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

જ્યોર્જિયાના પૂર્વ કાખેતી વિસ્તારમાં થયું અકસ્માત
અહેવાલો મુજબ વિમાન તુર્કીયે–અઝરબૈજાન સરહદ નજીક જ્યોર્જિયાના કાખેતી પ્રદેશમાં ક્રેશ થયું હતું. વિમાનમાં તુર્કીયે અને અઝરબૈજાન બંને દેશોના નાગરિકો હોઈ શકે છે, જોકે આ અંગે સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી. તુર્કીયેના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોઆને આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને શહીદોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હમ અલીયેવે પણ એર્દોઆન સાથે વાત કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. બંને દેશોની સરકારોએ આ ઘટનાની તપાસ શરૂ કરી છે.

દુર્ઘટનાનો વીડિયો આવ્યો સામે
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે વિમાન પર્વત સાથે અથડાતું પહેલાં સફેદ ધુમાડા છોડી રહ્યું હતું, ત્યારબાદ ભારે વિસ્ફોટ સાથે કાળા ધુમાડાના ગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા.

C-130 વિમાન વિશે જાણો
C-130 હર્ક્યુલસ અમેરિકન કંપની લોકહીડ માર્ટિન દ્વારા બનાવવામાં આવ્યું છે. તે ચાર એન્જિનવાળું ટર્બોપ્રોપ લશ્કરી પરિવહન વિમાન છે, જે કાર્ગો, સૈનિકો અને સાધનોને પરિવહન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ વિમાનનો ઉપયોગ ગનશિપ, એરબોર્ન હુમલો અને જાસૂસી મિશન માટે પણ થાય છે.

હાલ તુર્કીયે સરકારે અકસ્માતના કારણો અથવા વિમાનમાં સવાર લોકોની નાગરિકતા વિશે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરી નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાજઘાટ પહોંચ્યા, મહાત્મા ગાંધીને અર્પણ કરી શ્રદ્ધાંજલિ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા છે. શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પુતિનનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુરુવારે દિલ્હી…

વિરાટ કોહલી સદીઓની હેટ્રિક ફટકારીને રચશે ઇતિહાસ ? એક મોટો રેકોર્ડ પોતાના નામી કરવાની સુવર્ણ તક

વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં છે અને દક્ષિણ આફ્રિકા સામેની ODI સીરિઝમાં પુષ્કળ રન બનાવી રહ્યો છે. તેણે સતત બે ODI માં બે સદી ફટકારી છે. હવે તેની પાસે સીરિઝમાં સતત…