વિશ્વભરમાં વધતા ટેરિફ અને આર્થિક દબાણ વચ્ચે પણ ભારતનો વિકાસ દર મજબૂત ગતિથી આગળ વધી રહ્યો છે. અમેરિકા દ્વારા 50% ટેરિફ લાદ્યા બાદ પણ, IMF (International Monetary Fund) અને વિશ્વ બેંક (World Bank) બંનેએ ભારત માટે વિકાસ દરમાં વધારો દર્શાવ્યો છે.
IMFએ શું કહ્યું?
IMFએ નાણાકીય વર્ષ 2025-26 માટે ભારતના GDP વૃદ્ધિ દરનો અંદાજ 6.6% કર્યો છે, જે અગાઉ 6.4% હતો. આ વધારો ભારતના મજબૂત પહેલા ત્રિમાસિક પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓમાં ભારતની સ્થિરતાને ધ્યાનમાં રાખીને કરાયો છે. જોકે, 2026-27 માટે આ સંસ્થા ભારતનો વૃદ્ધિ દર થોડો ઘટાડી 6.2% કર્યો છે.
વિશ્વ બેંકનું અનુમાન:
ગયા અઠવાડિયે વિશ્વ બેંકે પણ ભારત માટે 2025-26 માટે વૃદ્ધિ દર 6.5% કર્યો છે (પહેલા 6.3%). પરંતુ તેણે આગામી વર્ષ માટે આ દર 6.3% પર લાવ્યો છે.
ભારતની મજબૂત પોઝિશન
IMFનું કહેવું છે કે ટ્રમ્પના યુએસ ટેરિફ્સ હોવા છતાં, ભારતનો આંતરિક ખર્ચ, મજબૂત નિકાસ અને વેપાર નીતિઓ દેશને આગળ ધપાવી રહી છે. US ટેરિફ્સના નુકસાનને ભારતે પાયો હલાવ્યા વગર પાર કરી લીધો છે.
ટેરિફ છતાં પણ વિકાસ?
અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ બોજા, ખાસ કરીને ઉત્પાદન અને નિકાસ ક્ષેત્ર પર, ભારત માટે પડકારરૂપ હોવા છતાં – તાકાતવાળી નીતિઓ અને સ્થાનિક માંગ ભારતને આંતરરાષ્ટ્રીય દબાણોથી બચાવી રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






