Ahmedabad : વસ્ત્રાપુર હાટ ખાતે ‘ક્રાફ્ટરૂટ’ પ્રદર્શનનું રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાના હસ્તે ભવ્ય ઉદઘાટન, કારીગરોની મહેનતને બિરદાવી

અમદાવાદમાં વસ્ત્રાપુર હાટ ખાતે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલાની ઉપસ્થિતિમાં ક્રાફ્ટરૂટ સંસ્થાના દેશભરમાંથી આવેલા કારીગરોની કૃતિઓના પ્રદર્શનનો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમના મુખ્ય અતિથિ દર્શનાબેન વાઘેલાએ અમદાવાદ હાટમાં ક્રાફ્ટરૂટ પ્રદર્શનનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ક્રાફ્ટરૂટના સંસ્થાપક અનારબહેન પટેલે વર્ષોથી હસ્તકલા અને કારીગરોની પ્રગતિ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે અને તેમના પ્રયત્નોથી જ આજે ક્રાફ્ટરૂટ સંસ્થા દેશમાં પ્રથમ હરોળમાં સ્થાન પામી છે. તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલના વારસાને આગળ ધપાવવા બદલ સંસ્થાની પ્રશંસા કરી હતી.

કારીગરોની મહેનતને બિરદાવી
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર કારીગરોને યોગ્ય બજાર અને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સતત ચિંતિત છે, જેના ભાગરૂપે જ દેશભરમાં ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવે છે જેથી સ્થાનિક કલાને પ્રોત્સાહન મળે. તેમણે સુરેન્દ્રનગરના પટોળા અને બાંધણીના ઉદાહરણ દ્વારા કારીગરોની મહેનતને બિરદાવી હતી અને કારીગરોને આર્થિક સહાય માટે સરકારની લોન તેમજ સબસિડીની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. અંતમાં તેમણે અમદાવાદના કલાપ્રેમી ગ્રાહકોને કારીગરોની મહેનતનું મૂલ્ય સમજીને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરવાનો આગ્રહ કર્યો હતો.

ક્રાફ્ટરૂટના સંસ્થાપક અનાર પટેલે પોતાના સંબોધનમાં કારીગરો અને તેમની હસ્તકલાના ગૌરવ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, કારીગરોની દરેક કૃતિમાં તેમનો પરસેવો અને મહેનત જોડાયેલી છે, તેથી તેના ભાવમાં ક્યારેય ઘટાડો ન કરવો જોઈએ. જો કારીગર પોતે જ પોતાની કલાનું સન્માન કરશે, તો જ બજારમાં તેને યોગ્ય માન અને વળતર મળશે. તેમણે કારીગરોને ગ્રાહકો સાથે મજબૂત સંબંધો બાંધવા અને પોતાની કલાનું મૂલ્ય જાળવી રાખવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈન, ડેપ્યુટી મેયરજતીનભાઈ પટેલ, ઇન્ડેક્સ-સી ના એમડી સંજયભાઈ જોશી, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ, વિવિધ વિભાગોના અધિકારીઓ, અન્ય મહાનુભાવો, દેશભરમાંથી પધારેલા અને વિવિધ યુનિવર્સિટીમાંથી આવેલા યુવાનો હાજર રહ્યાં હતાં.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ Elite Glow

Ahmedabad : કાંકરિયા 1.25 લાખ દીવડાઓથી ઝળહળ્યું: અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળ્યો દીપોત્સવ, PM મોદીના જન્મદિવસની ઉજવણી Ahmedabad: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગુજરાતમાં ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદનું કાંકરિયા લેકફ્રન્ટ 1.25 લાખ દીવડાઓની રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. અમદાવાદમાં યોજાયેલા આ વિશેષ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરિયા ખાતે યોજાયેલા ભવ્ય દીપોત્સવ સાથે સમગ્ર શહેરમાં જન્મદિવસની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. 17 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા આ કાર્યક્રમને ‘સેવા સંકલ્પ અભિયાન’ સાથે જોડવામાં આવ્યો હતો. રાજ્યભરમાં વિવિધ સ્થળોએ દીપમાળા, ભજન સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.Ahmedabadના કાંકરિયા લેકફ્રન્ટ ખાતે યોજાયેલો દીપોત્સવ આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ બન્યો હતો. -> કાંકરિયા…

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…