અમેરિકામાં ભયાનક હિમવર્ષા, જનજીવન અસ્તવ્યસ્ત; 13,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ

અમેરિકા હાલમાં સદીની સૌથી ભયાનક હિમવર્ષાનો સામનો કરી રહ્યું છે. દેશના પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલા ભારે બરફવર્ષાએ જનજીવન સંપૂર્ણપણે ખોરવી નાંખ્યું છે. રાષ્ટ્રીય હવામાન વિભાગના અંદાજ મુજબ આ તોફાની હિમવર્ષાની અસર અમેરિકાની અડધી વસ્તી, એટલે કે આશરે 18 કરોડ લોકો પર પડી શકે છે.

દક્ષિણ રોકી પર્વતોથી શરૂ થયેલું આ તીવ્ર તોફાન હવે ન્યૂ ઇંગ્લેન્ડ અને ન્યૂયોર્ક તરફ આગળ વધી રહ્યું છે. ભારે બરફ, બરફીલા પવન અને અત્યંત નીચા તાપમાનના કારણે રસ્તાઓ, રેલવે અને હવાઈ સેવાઓ પર ગંભીર અસર પડી છે.

એવિએશન ક્ષેત્રે સૌથી મોટું સંકટ
આ હિમવર્ષાને કારણે અમેરિકાના હવાઈ ઇતિહાસમાં સૌથી મોટા સંકટોમાંનું એક સર્જાયું છે. ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા અનુસાર અત્યાર સુધીમાં 13,500થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. માત્ર રવિવારે જ આશરે 9,600 ફ્લાઇટ્સ રદ થવી પડી હતી. કોરોના મહામારી બાદ પ્રથમ વખત આવી વિશાળ સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ થવાનો બનાવ બન્યો છે.

વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં 97 ટકા ફ્લાઇટ્સ રદ્દ કરી દેવાઈ છે. પરિણામે એરપોર્ટ્સ પર મુસાફરોની ભારે ભીડ અને અફરાતફરીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

1 થી 2 ફૂટ બરફ પડવાની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે વોશિંગ્ટન, ન્યૂયોર્ક અને બોસ્ટન જેવા મોટા શહેરોમાં 30 થી 60 સેન્ટીમીટર (1 થી 2 ફૂટ) સુધી બરફ પડી શકે છે. ઠંડી એટલી તીવ્ર છે કે વરસાદ પડતાંની સાથે જ તે બરફમાં ફેરવાઈ જાય છે, જેના કારણે રસ્તાઓ પર લપસણી સર્જાઈ છે અને વાહનવ્યવહાર લગભગ ઠપ્પ થઈ ગયો છે.

તમામ મોટી એરલાઇન્સ અસરગ્રસ્ત
આ તોફાની હિમવર્ષાની અસર તમામ મોટી એરલાઇન્સ પર પડી છે. અમેરિકન એરલાઇન્સ, ડેલ્ટા, સાઉથવેસ્ટ અને યુનાઇટેડ જેવી દિગ્ગજ કંપનીઓએ તેમની હજારો ફ્લાઇટ્સ રદ્દ કરવાની ફરજ પડી છે. સામાન્ય રીતે વ્યસ્ત રહેતા એટલાન્ટા અને જ્હોન એફ. કેનેડી જેવા એરપોર્ટ્સ હાલમાં લગભગ સૂમસામ દેખાઈ રહ્યા છે.

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

કોલંબિયામાં સૈન્ય વિમાન દુર્ઘટના: 110 જવાનો સાથે હર્ક્યુલસ ક્રેશ, 90ના મોતથી દેશ શોકમાં

દક્ષિણ અમેરિકાના દેશ કોલંબિયામાં એક ભયાનક સૈન્ય વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પુતુમાયો પ્રાંતના પ્યુઅર્ટો લેગુઇઝામો વિસ્તારમાં સોમવારે રાત્રે 110 સૈનિકોને લઈ જતું Lockheed C-130 Hercules વિમાન ટેકઓફ…

ઇરાન સાથે યુદ્ધ ટાળવા ટ્રમ્પનો ચોંકાવનારો દાવો: “ઇરાનના નેતાઓને મારવા હું ઈચ્છતો નથી”

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇરાન સાથે યુદ્ધ ટાળવા અને વાતચીત અંગે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો કે ઇરાન યુદ્ધને રોકવા માટે વાતચીત કરવા ઈચ્છે છે, જ્યારે ઇરાનના…