દુબઈ એર-શો 2025 દરમિયાન ભારતના તેજસ ફાઇટર જેટ સાથે ગંભીર અકસ્માત થયો, જેમાં ભારતીય વાયુસેનાના પાઇલટ વિંગ કમાન્ડર નમન શ્યાલ શહીદ થયા. પ્રદર્શન ઉડાન દરમિયાન વિમાન અચાનક અનિયંત્રિત થઈ જમીન સાથે અથડાયું. અકસ્માત બપોરે લગભગ 3:40 વાગ્યે થયો હતો.
બહાદુરીથી બચાવ્યો હજારો લોકોનો જીવ
Indian Air Forceના પ્રાથમિક અહેવાલ મુજબ, વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા વિંગ કમાન્ડર નમન શ્યાલે વિમાનને ભીડથી દૂર લેનાર છેલ્લી ઘડીએ પ્રયાસ કર્યો. જો તેઓ ઇજેક્ટ થઈ જતા, તો વિમાન ભીડ પર પડી મોટા પાયે જાનહાનિ થવાની શક્યતા હતી. પરંતુ પાઇલટ અંત સુધી કોકપિટમાં રહ્યા અને લોકોનું જીવન બચાવવા પોતાનું જીવન બલિદાન આપ્યું.
કોણ હતા વિંગ કમાન્ડર નમન શ્યાલ?
– હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના નાગરોટા વિસ્તારના રહેવાસી
– વય માત્ર 34 વર્ષ
– MiG-21 અને Su-30 MKI જેવા લડાકૂ વિમાનના અનુભવી પાઇલટ
– હાલ 3rd Squadron સાથે તેજસ ઉડાડતા હતા
– દેશના સૌથી કુશળ અને શાંત સ્વભાવના પાઇલટ તરીકે ઓળખાતા
સીએમ સુખુએ વ્યક્ત કર્યો શોક
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ લખ્યું “દુબઈ એર-શો દુર્ઘટનામાં આપણા કાંગડાના બહાદુર પુત્ર નમન શ્યાલજીનો મૃત્યુ સમાચાર હૃદયદ્રાવક છે. દેશે કર્તવ્યનિષ્ઠ અને હિંમતવાન પાઇલટ ગુમાવ્યો છે.”
દુર્ઘટના કેવી રીતે બની?
વાયુસેનાના સૂત્રોના મુજબ પાઇલટ પ્રદર્શન દરમિયાન પોઝિટિવ-જી ટર્ન પછી નેગેટિવ-જી પુલઓવર કરી રહ્યા હતા. એ સમયે વિમાનમાં અજાણી ખામી સર્જાઈ. પાઇલટએ વિમાનને સમતળ પોઝિશનમાં લાવી નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો. અંતે વિમાન જમીન પર તીવ્ર ગતિએ અથડાયું. વસ્તુની સાચી હકીકત જાણવા માટે IAF એ કોર્ટ ઓફ ઇન્ક્વાયરી ને આદેશ આપી દીધો છે.
નમન શ્યાલને નમન
વિંગ કમાન્ડર નમન શ્યાલે અંતિમ શ્વાસ સુધી ફરજ નિભાવી અને હજારો જીવ બચાવવા પોતાનું જીવન આપ્યું. દેશ ભરમાં તેમની બહાદુરીની પ્રશંસા થઈ રહી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






