કર્ણાટકમાં સત્તા પરિવર્તનની અટકળો વચ્ચે ડી.કે. શિવકુમારનું મોટું નિવેદન: “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે”

કર્ણાટકમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી રાજકીય અટકળો અને “નવેમ્બર ક્રાંતિ”ની ચર્ચા વચ્ચે નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પહેલી વાર ખુલ્લેઆમ પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે રાજ્ય સરકારમાં કોઈ આંતરિક જૂથવાદ નથી, અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે.

શિવકુમારનું સ્પષ્ટીકરણ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લાંબી પોસ્ટ શેર કરતાં શિવકુમારએ લખ્યું “તમામ 140 ધારાસભ્યો મારા પોતાના છે. જૂથ બનાવવું મારા લોહીમાં નથી.” તેમણે ઉમેર્યું કે કેટલાક ધારાસભ્યોની દિલ્હી મુલાકાતને રાજકીય દબાણ કે જૂથવાદ તરીકે ના જોવી જોઈએ. તે સંભવિત મંત્રીમંડળ વિસ્તરણ પહેલા નેતૃત્વને મળવાની સામાન્ય પ્રક્રિયા છે.

સિદ્ધારમૈયાને સંપૂર્ણ સમર્થન
શિવકુમારે જણાવ્યું “મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ તેમનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે. હું તેમને શુભકામનાઓ પાઠવું છું અને અમે સૌ સાથે મળીને કામ કરીશું.”

અટકળો શા માટે વધતી હતી?
છેલ્લા સપ્તાહમાં શિવકુમારના નજીક માનાતા કેટલાક ધારાસભ્યો અચાનક દિલ્હી પહોંચ્યા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ કે કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનનો પ્રયાસ ચાલી રહ્યો છે. કેટલાક લોકોએ તેને “નવેમ્બર ક્રાંતિ” નામ પણ આપ્યું. શિવકુમારે હવે આ તમામ દાવાઓને નકારી કાઢીને સ્પષ્ટ કરી દીધું છે કે કર્ણાટક કોંગ્રેસ સરકારમાં કોઈ પ્રકારનું આંતરિક સંકટ નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ambaji ભાદરવી પૂનમ મેળો 2026: પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ; ભોજનશાળા, વિશ્રામ ગૃહો અને પાર્કિંગ ઝોન કાર્યરત…

B India બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ Ambajiમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ મહામેળામાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવવાના હોવાથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 38 પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની વ્યવસ્થા Ambaji ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક અને પાર્કિંગનો રહે છે. મોટી સંખ્યામાં કાર, બસ, ખાનગી વાહનો અને યાત્રાળુઓના વાહનો Ambaji તરફ આવતા હોવાથી મુખ્ય યાત્રાધામ વિસ્તારમાં વાહનોની ભીડ ન વધે તે માટે અલગ-અલગ…

IIT-Bombay વિદ્યાર્થી આત્મહત્યા મામલો: ડાયરેક્ટરના રાજીનામા અને માનસિક સ્વાસ્થ્ય સુરક્ષાની માંગ સાથે ઉગ્ર વિરોધ

મુંબઈ : IIT-બોમ્બેમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેના મૃત્યુ બાદ કેમ્પસમાં ભારે વિરોધ શરૂ થયો છે. 18 સપ્ટેમ્બર 2026ના રોજ બનેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ સંસ્થાના વહીવટીતંત્રની કામગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ ઘટનાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ, સંસ્થાના ડાયરેક્ટરના રાજીનામા, વિદ્યાર્થીઓને નીતિ-નિર્ણય પ્રક્રિયામાં વધુ પ્રતિનિધિત્વ અને કેમ્પસમાં માનસિક સ્વાસ્થ્યની સુવિધાઓ મજબૂત કરવાની માંગ કરી છે. પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો મામલો IIT-Bombayના સત્તાવાર નિવેદન અનુસાર, વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઝડપાયો હતો. સંસ્થાએ જણાવ્યું કે તેણે પ્રશ્નપત્ર ChatGPT પર અપલોડ કરીને જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની બાબત પણ સામે આવી હતી. IIT-Bombayના જણાવ્યા અનુસાર, આ ઘટના બાદ વિદ્યાર્થી વિરુદ્ધ કોઈ ઔપચારિક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી નહોતી.…