AI Plane Crash: એર ઇન્ડિયા પ્લેન ક્રેશની તપાસને લઈ ઉડ્ડયન મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ મંગળવારે જણાવ્યું હતું કે 12 જૂનના રોજ એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 260 લોકોના મોત થયા હતા, જેમાં તપાસમાં કોઈ ગેરરીતિ થઈ નથી. મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યાં કેટલાક લોકો એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની તપાસ પર સવાલ ઉઠાવી રહ્યા છે. નાયડુએ કહ્યું કે ખરેખર શું થયું તે જાણવા માટે દરેકને AAIB ના અંતિમ અહેવાલની રાહ જોવી પડશે. ઉડ્ડયન મંત્રીએ કહ્યું, “તપાસમાં કોઈ છેડછાડ કે ગેરરીતિ થઈ નથી. આ એક ખૂબ જ સ્વચ્છ અને સંપૂર્ણ પ્રક્રિયા છે, જે અમે નિયમો અનુસાર કરી રહ્યા છીએ.” નાયડુ રાષ્ટ્રીય રાજધાનીમાં એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. કાર્યક્રમ પછી પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, “અંતિમ…