ગુજરાતમાં 16 હજાર ગામોનો સર્વે પૂર્ણ, 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકમાં થયું નુકસાન

રાજ્યમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોને થયેલા મોટા પાયે નુકસાન અંગે રાજ્ય સરકાર સક્રિય બની છે. આ અંગે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજ્યના 16 હજાર ગામોમાં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને અંદાજે 42 લાખ હેક્ટર વિસ્તારમાં પાકનું નુકસાન નોંધાયું છે.

મંત્રીએ જણાવ્યું કે, ખેડૂતોને થયેલા આ નુકસાન માટે રાહત પેકેજ તૈયાર કરવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે, તેમજ એકપણ ખેડૂત સાથે અન્યાય ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. “ખેડૂતોના બગડેલા પાક માટે ટૂંક સમયમાં જ વળતર જાહેર કરવામાં આવશે. અમે સંવેદના સાથે ખેડૂતોની સાથે છીએ,” એમ જીતુ વાઘાણીએ જણાવ્યું.

વધારાનું ફંડ અને રાહત પગલાં
મંત્રીએ વધુમાં જણાવ્યું કે રાહત પેકેજ માટે SDRF (સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) અને NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ) સિવાય ગુજરાત રાજ્યનું વધારાનું ફંડ પણ ઉમેરવામાં આવશે, જેથી પીડિત ખેડૂતોને ઝડપથી સહાય મળી રહે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતોને ટેકાના ભાવે પાક ખરીદીની યોજના પણ કાર્યરત કરવામાં આવશે.

રાજકીય પ્રતિક્રિયા
આ નિવેદન કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના તાજેતરના પત્ર બાદ આવ્યું છે, જેમાં તેમણે મુખ્યમંત્રીને ખેડૂતોના દેવા માફ કરવાની અને MLAના પગારમાંથી સહાય આપવા જેવી માંગ કરી હતી. રાજ્ય સરકારનું આ પગલું ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે તાત્કાલિક પ્રતિભાવ તરીકે જોવામાં આવી રહ્યું છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

પોરબંદરમાં રાજ્યકક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ સેમિનારનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, જાણો શું કહ્યું વનમંત્રીએ

ગુજરાત ઈકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશન દ્વારા સાંદિપની આશ્રમ, પોરબંદર ખાતે ‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ ના પૂર્વે દિને ‘વેટલેન્ડ્સ એન્ડ ટ્રેડિશનલ નોલેજ: સેલિબ્રેટિંગ કલ્ચરલ હેરીટેજ’ વિષય પર બે દિવસીય ‘8માં…

Budget 2026 : ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે! લિથિયમ-આયન સેલ પર કસ્ટમ ડ્યુટી મામલે કરી મોટી જાહેરાત

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ તેમનું સતત નવમું બજેટ છે. ઓટોમોટિવ ઉદ્યોગને બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહન (EV) ઉત્પાદકો…