Surat: શૈલેષ કળથિયાને હૈયાફાટ રુદન સાથે આપવામાં આવી અંતિમ વિદાય, મૃતકના પત્નીનો પાટીલ સમક્ષ આક્રંદ

પહેલગામમાં 22 એપ્રિલે થયેલ આતંકી હુમલામા 28 લોકોનામોત થયા હતા. જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત હત્યા હતા. જેમના મૃતદેહોના આજે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યારે સુરતના શૈલેષ કળથિયાનું પણ મોત થયું હતું. જેમની અંતિમ યાત્રા આજે સવારે સુરત ખાતે તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. શૈલેષ કળથિયાને શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ પણ પહોંચ્યા હતા. મૃતકના પત્નીએ પાટીલને અનેક રજૂઆત કરી હતી અને પાટીલે તમામ રજૂઆત સાંભળી હતી.

આતંકી હુમલામાં મૃતઉ પામેલ સુરતના શૈલેષ કળથિયાનો મૃતદેહ ગઇકાલે સુરત એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેમને શહીદ જેવું સન્માન આપવામાં આવ્યું હતું. આજે સવારે મૃતદેહ ઘરે પહોંચતા પરિજનોના હૈયાફાટ રુદનથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ત્યારે શૈલેષ કળથિયા અંતિમ યાત્રા પહેલાં તેમની પત્નીએ વિલાપ કરતાં કેન્દ્રીય મંત્રી પાટીલને અનુક જરૂઆત કરતાં કહ્યું હતું કે, મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો હતો. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે.

મૃતકના પત્નીએ પાટીલને રાજુરાત કરતાં કહ્યું કે,આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોષો રાખીને ફરવા ગયા હતા એજ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. આપણા દેશની જ આર્મી આવું કહેશે તો બીજુ કોણ બોલશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રાશિફળ/01 ફેબ્રુઆરી 2026: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

નેશનલ હાઇવે નં. 48 પર બસનો ભીષણ અકસ્માત : ડ્રાઇવરનું મોત; ચાર ગંભીર

અમરેલીથી સુરત જઈ રહેલી એક લક્ઝરી બસ નેશનલ હાઇવે નં. 48 પર નડિયાદ નજીક ભીષણ અકસ્માતનો ભોગ બની હતી. અકસ્માતના પગલે હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અકસ્માતમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *