રાજ્યમાં ગરમીના તાપમાનમાં વધારો થવા સાથે સુરતમાં રોગચાળો વકર્યો છે. 24 કલાકની અંદર 3 વર્ષના બાળક સહિત 3 લોકોના રોગચાળાથી મોત નિપજયા છે. શહેરમાં વધતા રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી છે. દર્દીઓના મોત નિપજવાના અને ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે.
આ પણ વાંચો :- Ahmedabad : શિક્ષકો સરકાર સામે બાંયો ચઢાવવાના મુડમાં! જૂની પેન્શન યોજના લઈને પોસ્ટકાર્ડ અભિયાન દ્વારા વિરોધ નોંધાવ્યો
હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો :- શહેરમાં અઠવા અને ભેસ્તાનમાં બે વૃદ્ધઓ રોગચાળામાં જીવ ગુમાવ્યો છે. જયારે ડિંડોલીમાં નવા ગામનું બાળક ઝાડા ઉલ્ટીમાં સપડાયું હતું. ઝાડા ઉલટીના કારણે બાળકની સ્થિતિ વધુ ગંભીર થતા માતાપિતા તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલમાં બાળકને યોગ્ય સારવાર મળે તે પહેલા જ તબિયત લથડતા મોત નીપજ્યું છે. સુરતમાં છેલ્લા 24 કલાકની અંદર 3 વર્ષના બાળક સહિત બે વૃદ્ધોના મોત થયા છે. ગરમી વધતા લોકોના સ્વાસ્થ્ય પર અસર જોવા મળી છે.
આ પણ વાંચો :- Gandhinagar : ગાંધીનગરમાં લાંચિયા અધિકારી સકંજામાં, RTO કચેરીમાં ACBએ છટકું ગોઠવી ઝડપ્યા અધિકારી
આરોગ્ય વિભાગની ચેતવણી :- રોગચાળો વકરતા તંત્રની સાથે લોકોએ પણ ખાસ તકેદારી રાખવા જેવી છે. ઘરમાં તેમજ ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી તેમજ પૌષ્ટિક આહારનું સેવન કરવું. મચ્છર જન્ય અને પાણીજન્ય રોગચાળો વધુના વકરે માટે ઘરની આસપાસ ક્યાંય પણ પાણી જમા ન થવા દો. ઘરની ટાંકીઓ અથવા અન્ય કોઈ સ્થાન પર લાંબા સમય સુધી પાણી રહેતું હોય તો તેને નિયમિત રીતે ખાલી કરી સ્વચ્છ કરો. મચ્છરમાં ઘરમાં પ્રવેશ કરી ના શકે માટે ઘરના દરવાજા અને બારી પર જાળી લગાવો. તેમજ ઘરની આસપાસ દવાનો છંટકાવ કરો. લોકોએ અત્યારે તાવ, દુખાવો, ઉલ્ટી જેવી સમસ્યાને સામાન્ય ના લેતા ડોક્ટરની સલાહ લઈ સારવાર કરવી છે.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I







