પહેલગામ હુમલામાં સામેલ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર, ધર્મ પૂછી કરી હતી 26 લોકોની હત્યા

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જે રીતે આતંકવાદીઓએ પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્યા છે તેનાથી સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે. હાલમાં, સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે. આ આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબુ તલ્હા તરીકે થઈ છે.

હુમલો કરનારા આતંકવાદીઓને ઝડપી પાડવા ગતિવિધિઓ તેજ થઈ છે. હાલમાં, સુરક્ષા દળોએ પહેલગામના જંગલોમાં સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવી દીધું છે. આતંકવાદીઓ બૈસરનના જંગલોમાંથી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે હુમલો કર્યા પછી, તેઓ જંગલોમાંથી સલામત સ્થળો તરફ ભાગી ગયા હતા. હવે, સેના અને CRPF ઉપરાંત, જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો આતંકવાદીઓને શોધવામાં રોકાયેલા છે.

5 આતંકીઓએ કર્યો હતો હુમલો 
ગઈકાલે પહેલગામમાં 5 TRF આતંકવાદીઓએ 26 પ્રવાસીઓની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકવાદીઓએ પહેલા ધર્મના આધારે હિન્દુ પ્રવાસીઓને ઓળખ્યા. તેમને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા અને પછી ગોળી મારી દેવામાં આવી. પહેલગામમાં જ્યાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કરીને 26 લોકોની હત્યા કરી હતી .

આ પણ વાંચો: Pahalgam Attack: ધર્મ પૂછ્યો અને મારી ગોળી.. આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકોએ ગુમાવ્યો જીવ, જુઓ લિસ્ટ

પહેલગામના બૈસરનને મીની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવામાં આવે છે. બૈસરન પહેલગામ શહેરથી 6 કિલોમીટર દૂર છે. આ વિસ્તાર ગાઢ પાઈન જંગલો અને પર્વતોથી ઘેરાયેલો છે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને ટ્રેકર્સ અહીં ફરવા આવે છે. આ જ બૈસરનમાં, AK-47 થી સજ્જ 5 આતંકવાદીઓ ઘૂસી ગયા અને પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ભારતીય : પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: Aggressive Naval Maneuver 2026

પાકિસ્તાની નેવી શિપની અરબી સમુદ્રમાં ભારતીય યુદ્ધ જહાજ સાથે ટક્કર: દિલ્હીમાં પાકિસ્તાની રાજદ્વારી અધિકારીને તેડું, 15 વર્ષ પહેલાં પણ ટકરાયા હતા ભારતીય-પાકિસ્તાની યુદ્ધ જહાજો ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે ઉત્તરી અરબી સમુદ્રમાં ભારતીય અને પાકિસ્તાની નૌસેનાના જહાજો વચ્ચે ટક્કરની ઘટના સામે આવી છે. 15 સપ્ટેમ્બર 2026ના રોજ આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ ઘટના બની હતી. ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને ગંભીરતાથી લેતા નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના Chargé d’Affairesને બોલાવીને સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતે પાકિસ્તાની નૌસેનાના વર્તનને “અસ્વીકાર્ય અને બિનવ્યાવસાયિક” ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ટક્કરમાં કોઈ મોટું નુકસાન થયું નથી. જોકે, ભારતીય પક્ષે કહ્યું છે કે પાકિસ્તાની નૌસેનાના જહાજની સમુદ્રમાં કરવામાં આવેલી કાર્યવાહી સલામતીના દૃષ્ટિકોણથી ગંભીર હતી. આ ઘટના બાદ ભારતે પાકિસ્તાની…

BIS : સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો Significant Price Escalation

(BIS સોના-ચાંદીના હોલમાર્કિંગ ફીમાં 66.7 ટકાનો વધારો: સોનાના પ્રતિ આર્ટિકલની ફી ₹45થી વધારી ₹75, તહેવારો અગાઉ જ્વેલર્સ પર ખર્ચનો બોજ; સબસિડીની માગ દેશભરમાં સોના-ચાંદીની ખરીદી કરતા ગ્રાહકો અને જ્વેલરી વેપારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના આર્ટિકલના હોલમાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ સોનાના દરેક આર્ટિકલ માટે હોલમાર્કિંગ ફી ₹45 હતી, જે હવે વધારીને ₹75 કરવામાં આવી છે. એટલે કે પ્રતિ આર્ટિકલ ₹30નો વધારો થયો છે, જે ટકાવારીની દૃષ્ટિએ આશરે 66.7 ટકા થાય છે. નવી ફી 14 સપ્ટેમ્બર 2026થી અમલમાં આવી છે.હોલમાર્કિંગનો હેતુ સોનાની શુદ્ધતા અને ગુણવત્તા અંગે ગ્રાહકને વિશ્વસનીય માહિતી આપવાનો છે. BISની વ્યવસ્થામાં હોલમાર્કવાળી જ્વેલરી પર શુદ્ધતા સંબંધિત નિશાની અને HUID જેવી વિગતો ગ્રાહકને ચકાસણીની સુવિધા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *