કોડીનારના સિંધાજ ગામે સિંહ પરિવારની લટાર, જુઓ વીડિયો

શબ્બીર સેલોત, કોડીનાર / કોડીનાર તાલુકાના સિંધાજ ગામમાં ગત રાત્રિએ આઠ સિંહોના પરિવારે ગામની શેરીઓમાં પ્રવાસ કર્યો હતો. ખોરાકની શોધમાં ગામમાં પ્રવેશેલા આ સિંહ પરિવારના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. આ ઘટના ગીર જંગલની સરહદ નજીક આવેલા ગામમાં બની હતી .

CCTV ફૂટેજમાં સિંહ, સિંહણ અને તેમના બચ્ચાંઓ સહિતનો આખો પરિવાર શાંતિપૂર્વક ગામની ગલીઓમાંથી પસાર થતો જોવા મળ્યો હતો. આ અચાનક આગમનથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ અવારનવાર ગીર જંગલની સીમા લાગતા ગામોમાં પ્રવેશ કરે છે. સિંધાજ ગામ છેલ્લા કેટલાક દિવસોથી સિંહ પરિવારનું અસ્થાયી રહેણાંક બની ગયું છે, જ્યાં ગામની આસપાસના વિસ્તારોમાં સિંહો ધામા નાખી રહ્યા હોવાના અહેવાલો છે. ઘટનાની જાણ થતા જ વન વિભાગ સક્રિય બન્યું હતું. વન વિભાગના ટ્રેકર અને ફોરેસ્ટ ગાર્ડ્સ દ્વારા સિંહ પરિવાર પર સતત નજર રાખવામાં આવી રહી છે. વન વિભાગે ગ્રામજનોને સિંહોને કોઈ પણ રીતે પજવણી ન કરવા, રાત્રિના સમયે બહાર ન નીકળવા અને સંપૂર્ણ સાવચેતી રાખવા અપીલ કરી છે.

સિંધાજ ગામમાં સિંહ પરિવારના આગમનથી સાવચેતી અને જાગૃતિનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટના ગીર વિસ્તારમાં માનવ-વન્યજીવ સહઅસ્તિત્વનું વધુ એક ઉદાહરણ પૂરું પાડે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Khedbrahma : ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ Easy Transit 2026

ભાદરવી પૂનમ મેળા માટે અસારવા-Khedbrahma વચ્ચે સ્પેશિયલ ટ્રેન શરૂ Khedbrahmaમાં યોજાતા પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મેળાને ધ્યાનમાં રાખીને શ્રદ્ધાળુઓની સુવિધા માટે પશ્ચિમ રેલવેના Ahmedabad મંડળ દ્વારા અસારવા અને Khedbrahmaવચ્ચે મેળા સ્પેશિયલ ટ્રેનનું સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. 19 સપ્ટેમ્બર 2026થી શરૂ થયેલી આ અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન 1 ઓક્ટોબર 2026 સુધી દરરોજ દોડાવવામાં આવશે. ભાદરવી પૂનમના પ્રસંગે Khedbrahma ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મેળામાં અને ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પહોંચે છે. આ દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોવાથી તેમને સરળ અને સુવિધાજનક પરિવહન મળી રહે તે માટે રેલવે દ્વારા આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. -> શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ ટ્રેન : Khedbrahma ખાતે યોજાતા ભાદરવી પૂનમ મેળામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચતા હોય છે. ખાસ…

Ahmedabad જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કલેક્ટરની સૂચના Problem Shift 2026

Ahmedabad જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ, વિવિધ પ્રશ્નોના ત્વરિત ઉકેલ માટે કલેક્ટરની સૂચના Ahmedabad જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન Ahmedabad જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સંકલન સમિતિમાં રજૂ થયેલા પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેમનું સત્વરે અને હકારાત્મક રીતે નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કલેક્ટર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. -> સંકલન બેઠકમાં વિવિધ પ્રશ્નો પર ચર્ચા  : જિલ્લા સંકલન સમિતિની બેઠકનો મુખ્ય હેતુ વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન વધારીને લોકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવાનો રહ્યો હતો. બેઠક દરમિયાન શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના પ્રાથમિક પ્રશ્નો ઉપરાંત માળખાકીય સુવિધાઓ સાથે સંકળાયેલા મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા.શહેરી…