સાબરકાંઠાના વડાલીના ધરોદ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ લક્ષ્મણભાઇ લાંચ લેતા ઝડપાયો છે. ઉપ સરપંચ રૂપિયા 16 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છ. ગ્રામ પંચાયક તરફથી પાણીનો ટાંકો અને મજૂર કલ્યાણ કેન્દ્રના મકાનનું બાંધકામ કરવાનું અને મજૂરીકામ કરવાને લઈ લાંચ માગી હતી.
આ પણ વાંચો :- Amreli : અમરેલીનાં ખાંભા તાલુકામાં ભૂકંપનો આંચકો, 3.2ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ફફડાટ
આ કામના ફરિયાદીને ગ્રામ પંચાયત તરફથી પાણીનો ટાંકો અને મજુર કલ્યાણ કેન્દ્રના મકાનનું બાંધકામ કરવાનુ મજુરીકામ આપવામાં આવેલી છે. ફરિયાદીએ ઉપરોક્ત બંને કામો પુરા કરતાં તેનુ મજુરી તથા મટેરીયલ્સનું બીલ મંજુર થયેલ. આ રકમ પૈકી મટેરીયલ્સના બીલ જે તે વેપારીના ખાતામાં તથા મજુરી અને રેતી, કપચી, ઇંટોના મટેરીયલ્સના પૈસા ફરિયાદીના ખાતામાં જમા થયેલ છે.
આ પણ વાંચો :- Vadodara : વડોદરાના ખાનગી સ્કૂલને ફટકાર્યો દંડ, RTE એક્ટનો અમલ ન થતો હોવાથી કરાઈ કાર્યવાહી
ઉપરોક્ત કામના નાણાંના પાંચ ટકા મુજબ રકમ આક્ષેપિત નં.૧ ના રૂ. ૬,૦૦૦/- તથા આક્ષેપિત નં.૨ ના રૂ. ૧૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૬,૦૦૦/- ની આક્ષેપીતોએ લાંચની માગણી કરેલી હતી. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરેલ અને આજરોજ લાંચના છટકા દરમ્યાન આરોપી નં.૧ એ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયેલ છે અને આરોપી નં. ૨ હાજર મળી આવેલ નથી.
Follow us On Social Media
🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








