અમદાવાદમાં માણેક બુરજ ખાતે ‘સાબરમતી નેવિગેશન અનફૂલ ફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન

અમદાવાદના સ્થાપના વર્ષની પૂર્વ સંધ્યાએ અમદાવાદ બુરજ ખાતે ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરી દ્વારા લિખિત ‘સાબરમતી નેવિગેશન અનફૂલફિલ્ડ 1894 બ્લુપ્રિન્ટ’ પુસ્તકનું વિમોચન કરાયું હતું. આ પુસ્તકનું વિમોચન શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ડેપ્યુટી મેયર જતીનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઇતિહાસકાર ડૉ. રિઝવાન કાદરીએ જણાવ્યું હતું કે, ઈતિહાસકાર ડૉ. રિઝવાન કાદરી દ્વારા સંશોધિત આ ગ્રંથમાં 1894 સમયમાં ખંભાતના અખાતથી ચેનલ મારફતે દરિયાનું પાણી અમદાવાદ સુધી લાવીને શહેરને મેરીટાઈમ સીટી તરીકે વિકસાવાનો પ્રસ્તાવ મૂકાયો હતો, જો – કે બ્રિટિશ સરકારે આ યોજના નકારી કાઢતાં આ મહત્વકાંક્ષા અધૂરી રહી હતી, તેમ છતાં આજના સમયમાં સાબરમતી રિવરફ્રન્ટ વિકાસ સહિતના પ્રકલ્પોને કારણે તે સ્વપ્ન કેટલેક અંશે સાકાર થયાનું માનવામાં આવે છે. અમદાવાદના ભૂતકાળની દૂરંદેશી કલ્પનાઓને ઉજાગર કરતાં આ પુસ્તક શહેરના વિકાસ અને નદી સાથેના ઐતિહાસિક સંબંધોને નવી દિશામાં સમજવાની તક પુરી પાડશે.

આ કાર્યક્રમમાં અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, મ્યુનિસિપલ કમિશનર બચ્છાનિધિ પાની, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન આઈ.પી.ગૌતમ, પી. કે. ઘોષ પૂર્વ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, સંજયભાઈ પ્રસાદ, અમરજીતસિંહ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

આજ થી ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા શરૂ, શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને ટીપ્સ આપી

ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષાઓ આજથી શરૂ થવાની છે. આ અનુલક્ષીને, રાજ્યના શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે અને આ મહત્વપૂર્ણ ક્ષણ માટે તેમને પ્રેરણા પણ આપી છે. “થોડી…

ગુજરાત રાજ્યના બજેટ 2026-27 પરની સામાન્ય ચર્ચામાં મંત્રી ઋષિકેશ પટેલના જવાબ

વર્ષ 2026-27 ના બજેટની સામાન્ય ચર્ચા દરમિયાન વિધાનસભા ગૃહમાં ઉર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ એ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસ, નવિનતા અને યુવાનોના શક્તિની વિસ્તરણ માટે ખાસ…