Rajkot : રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર થયો કડવો અનુભવ, હકાભા ગઢવીને તંત્રને કરી આ અપીલ

રાજકોટની સિવિલ હોસ્પટલમાં હાસ્ય કલાકાર હકાભા ગઢવીને કડવો અનુભવ થયો છે. લોકપ્રિય હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતાં કહ્યું કે, સિવિલ હોસ્પિટલના ડોક્ટરો તેમના ફરજ પ્રત્યે ગંભીર નથી. ડોકટર ગમે તે સમયે હોસ્પિટલમા આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલમાં ડોકટરોની આવી કામગીરીના કારણે સરકારની છબી ખરડાઈ છે.

આ પણ વાંચો :- Patan : હોળીનાં તહેવારને લઈને આરોગ્ય વિભાગનો સપાટો, પાટણમાં ઘી બનાવતા બે શંકાસ્પદ ગોડાઉનને સીલ કરાયા

હકાભા ગઢવીએ આક્ષેપ કરતા કહ્યું કે, ડોક્ટરોની દાદાગીરી એટલી બધી વધી છે કે તેઓ મંત્રીને પણ ગાંઠતા નથી. 15 દિવસ પહેલા તેમની બહેનનો અકસ્માત થયો હતો. બહેનના અકસ્માત બાદ સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન વખતે તેમને કડવો અનુભવ થયો. હકાભા ગઢવીએ વધુમાં કહ્યું કે જો મારા જેવા નામાંકિત કલાકાર અને મારી વગ હોવા છતાં હોસ્પિટલના ડોક્ટરો બેદરકારીભર્યું વલણ દાખવી રહ્યા હતા. તો પછી ગરીબ દર્દીઓને તો શું સારવાર મળતી હશે?

આ પણ વાંચો :- Vadodara : ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર, ભાયલીમાં અશાંતધારો લાગુ કરવા કરાઈ રજૂઆત

બહેનને રાજકોટ લઈ જતા હું પણ ત્યાં પંહોચ્યો પણ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરનો કોઈ અત્તોપતો ના મળ્યો. ડોક્ટરને વિનંતી કરી કે બહેનનો કેસ સિરીયસ છે છતાં કહ્યું કે વારો આવે ત્યારે આવજો. આખરે અકસ્માત જેવા કેસમાં 5 કલાકે સિટી સ્કેન થયું. અકસ્માત જેવા ગંભીર કેસમાં સારવારમાં આટલો બધો સમય થાય તો દર્દી સાથે વધુ ગંભીર બનાવ પણ બની શકે છે.

આ પણ વાંચો :- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 78મી પુણ્યતિથિ: ધંધુકામાં ‘ચારણ-કન્યા’ થીમ પાર્કનું લોકાર્પણ

મહત્વનું છે કે, સરકારની સિવિલ હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ જેવી જ સુવિધા છે છતાં ડોક્ટરોની બેદરકારીના કારણે ગરીબો અને જરૂરિયાતમંદ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે કલાકાર હકાભા ગઢવીએ સરકારને વિનંતી કરી કે, સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ માટે સુવિધાના સાધન તો અપાય છે. પરંતુ ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવતી નથી. તંત્ર દ્વારા ડોકટરોની કામગીરીને લઈને નિયમિત તપાસ થવી જોઈએ અને હોસ્પિટલના સત્તાધીશો આવા બની બેઠેલા ડોક્ટરો વિરુદ્ધ કડક પગલાં લે તેવી મારી માંગ છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

KDCC ખેડામાં AI ક્રાંતિનો આરંભ: નડિયાદમાં “AI ટેકનોલોજી મંડળી”નું ભવ્ય ઉદ્ઘાટન

ખેડા : ખેડા જિલ્લાના નડિયાદ ખાતે આવેલી KDCC બેંક માં વિશ્વની પ્રથમ “ખેડા જિલ્લા AI ટેકનોલોજી મંડળી લી.” નું ભવ્ય ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ સાથે Intel India ના સહકારથી આયોજિત…

ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક: રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પેટ્રોલ-ડિઝલ-ગેસ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનો જથ્થો, વિતરણ વ્યવસ્થા અને લોકોને તે સરળતા ઉપલબ્ધ થાય તે માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *