દિપાવલી 2025ના પાવન અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી છે અને રાષ્ટ્રની પ્રગતિ, ન્યાયની જીત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ બળ આપવાની અપીલ કરી છે.
પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, “આ રામમંદિર નિર્માણ પછીની બીજી દિવાળી છે, અને ભગવાન શ્રી રામ આપણને ન્યાયીપણા અને અન્યાય સામે લડવાની હિંમત શીખવે છે. થોડાં મહિના પહેલાં થયેલા ઓપરેશન સિંદૂર એ ભારતીય સેના અને નાગરિકોની અડગ મનોબળનું જીવંત ઉદાહરણ છે.”
દિવાળી નક્સલમુક્ત વિસ્તારો સુધી:
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવાળીએ દેશના દૂર-દરાજના એવા જિલ્લાઓમાં પણ દીવો પ્રગટાશે જ્યાં નક્સલવાદ અને માઓવાદ ક્યારેય શમ્યા નહોતા. તેમણે ઉમેર્યું કે, “અનેક લોકો હિંસાનો માર્ગ છોડીને બંધારણમાં વિશ્વાસ દાખવી રહ્યા છે, જે રાષ્ટ્ર માટે મહાન સિદ્ધિ છે.”
જીએસટી બચત ઉત્સવ અને નવી આર્થિક દિશા:
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નવરાત્રીના પ્રથમ દિવસેથી શરૂ થયેલા “GST બચત ઉત્સવ” ના કારણે દેશના નાગરિકો લાખો-કરોડો રૂપિયા બચાવી રહ્યા છે. “આર્થિક સ્થિરતા સાથે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાનો માર્ગ ભારતે ઝડપથી અપનાવ્યો છે,” એવું તેમણે સ્પષ્ટ કર્યું.
વિક્સિત ભારત માટે પ્રેરણાત્મક અપીલ:
નાગરિકોને સંબોધતાં, મોદીએ સ્વદેશી અપનાવવાની અપીલ કરી અને જણાવ્યું કે, “આ દિપાવલી પર ચાલો આપણે સ્થાનિક ઉત્પાદનોને મહત્વ આપીએ અને ગર્વથી કહીએ આ સ્વદેશી છે!” તેમણે સ્વચ્છતા, યોગ, આરોગ્ય, ભાષાઓનો આદર અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ની ભાવના જીવંત રાખવા માટે પણ આહ્વાન કર્યું.
દીપોથી પ્રગટાવીએ નવી આશાઓ:
મોદીએ સંદેશના અંતમાં કહ્યું, “દીવો દીવો પ્રગટાવે છે, તો પ્રકાશ ઓછી થતો નથી – વધે છે. ચાલો આપણે પણ આપણા સમાજમાં સહકાર, સંવાદિતા અને સકારાત્મકતાના દીવો પ્રગટાવીએ.”
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






