PMMLએ જવાહરલાલ નહેરુના પત્રો સોનિયા ગાંધી પાસેથી પરત માંગ્યા

વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ દ્વારા લખેલા અંગત પત્રો પરત કરવાની ઔપચારિક વિનંતી કરી છે. આ પત્રો 2008માં યુપીએ શાસન દરમિયાન સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા. 10 ડિસેમ્બરના રોજ લખેલા પત્રમાં પીએમએમએલના સભ્ય રિઝવાન કાદરીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સોનિયા ગાંધી પાસેથી અસલ પત્ર પરત લેવા અથવા તેની ફોટોકોપી અથવા ડિજિટલ કોપી આપવા વિનંતી કરી છે.. આ વર્ષે સપ્ટેમ્બરમાં પણ પીએમએમએલએ સોનિયા ગાંધીને પત્ર પરત કરવાની વિનંતી કરી હતી.

1971માં પીએમએમએલને પત્રો સોંપવામાં આવ્યા હતા

જવાહરલાલ નેહરુએ લખેલા આ પત્રોને ઐતિહાસિક માનવામાં આવે છે. આને 1971માં જવાહરલાલ નહેરુ મેમોરિયલ દ્વારા નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરી (હવે PMML)ને સોંપવામાં આવ્યા હતા. જો કે, 2008માં, તેમને 51 બોક્સમાં પેક કરીને સોનિયા ગાંધીને મોકલવામાં આવ્યા હતા.આ સંગ્રહમાં નેહરુ અને એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, જયપ્રકાશ નારાયણ, પદ્મજા નાયડુ, વિજયા લક્ષ્મી પંડિત, અરુણા અસફ અલી, બાબુ જગજીવન રામ અને ગોવિંદ બલ્લભ પંત જેવી અગ્રણી હસ્તીઓ વચ્ચેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે.તેમ પત્રમાં જણાવાયું હતું

PMMLએ પોતાના પત્રમાં લખ્યું છે કે આ પત્રો ભારતીય ઈતિહાસના મહત્વના સમયગાળા વિશે અમૂલ્ય માહિતી પ્રદાન કરે છે. આ કારણોસર, પીએમએમએલએ તેમને સંસ્થાના આર્કાઇવ્સમાં પાછા મોકલવાની માંગ કરી છે. પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, “અમે સમજીએ છીએ કે આ દસ્તાવેજો ‘નેહરુ પરિવાર’ માટે વ્યક્તિગત મહત્વ ધરાવે છે. PMML માને છે કે આ ઐતિહાસિક સામગ્રીઓથી વિદ્વાનો અને સંશોધકોને ઘણો ફાયદો થશે.

ગાંધી પરિવાર પર ભાજપે નિશાન સાધ્યું

પીએમએમએલ દ્વારા પત્ર પરત માંગવામાં આવ્યા બાદ ભાજપે ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે. BJP IT સેલના પ્રભારી અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર લખ્યું, “મને જે ખાસ રસપ્રદ લાગ્યું તે એ છે કે નહેરુજીએ એડવિના માઉન્ટબેટનને શું લખ્યું હશે જેના માટે આવી સેન્સરશિપની જરૂર પડી? શું રાહુલ ગાંધીએ આ પત્રો વાંચ્યા હશે?”

Related Posts

દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે.…

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *