યુદ્ધ વચ્ચે PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે મહત્વપૂર્ણ વાતચીત, કહ્યું – ભારત હંમેશા શાંતિનો પક્ષકાર

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. હાલની સંવેદનશીલ પરિસ્થિતિમાં બંને નેતાઓ વચ્ચે થયેલી આ વાતચીતને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

શાંતિ અને કૂટનીતિ દ્વારા ઉકેલ લાવવાનો ભાર
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ પેઝેશ્કિયન સાથેની ચર્ચા બાદ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે તેમણે મધ્ય પૂર્વમાં સર્જાયેલી ગંભીર સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે વિસ્તારમાં વધતો તણાવ, નિર્દોષ નાગરિકોના મોત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને થઈ રહેલું નુકસાન ચિંતાજનક છે. PM મોદીએ સ્પષ્ટ કર્યું કે ભારત હંમેશા શાંતિ અને સંવાદનો સમર્થક રહ્યો છે. કોઈપણ સંઘર્ષનો ઉકેલ વાતચીત અને કૂટનીતિ દ્વારા જ લાવવો જોઈએ તેવી ભારતની માન્યતા છે.

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને ઊર્જા પુરવઠા પર ચર્ચા
આ મહત્વપૂર્ણ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ વિસ્તારમાં નિયંત્રણ કડક બનાવ્યું છે. આ દરિયાઈ માર્ગથી વિશ્વના લગભગ પાંચમા ભાગ જેટલો તેલ અને ગેસ પુરવઠો પસાર થાય છે. આ પરિસ્થિતિને કારણે વૈશ્વિક બજારમાં તેલ પુરવઠા અને ભાવને લઈને ચિંતા વધી છે. ભારત માટે અવિરત ઊર્જા પુરવઠો સુનિશ્ચિત રહે તે અંગે પણ બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

ભારતીય ટેન્કરોને મળી શકે છે રાહત
સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઈરાનના અધિકારીઓ વચ્ચે થયેલી મંત્રણા બાદ ઈરાન ભારતીય તેલ ટેન્કરોને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે પસાર થવા દેવા માટે તૈયાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

મીડિયા અહેવાલો મુજબ ભારત સરકાર લગભગ 20 જેટલા તેલ અને ગેસ ટેન્કરોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ઈરાન સાથે સતત સંપર્કમાં છે. આ પગલાં ભારત માટે ઊર્જા પુરવઠો જાળવી રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ખાડી વિસ્તારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા સરકાર સક્રિય, દૂતાવાસ સાથે સંકલન તેજ

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ખાડી વિસ્તારમાં રહેલા ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર સક્રિય બની છે. વિદેશ મંત્રાલય અને અન્ય સંબંધિત વિભાગો દૂતાવાસો સાથે સતત સંકલન કરી…

હોર્મુઝ જળસંધિ પર ભારતીય જહાજોને મળી શકે સુરક્ષિત માર્ગ, ઈરાનનો સંકેત – ‘ભારત અમારો મિત્ર દેશ’

પર્શિયન ગલ્ફ વિસ્તારમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વના સૌથી મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગોમાંથી એક ગણાતી હોર્મુઝ જળસંધિ અંગે ઈરાન તરફથી ભારત માટે સકારાત્મક સંકેત…